નરોડા પોલીસે બાતમીના આધારે બે શખ્સોની ધરપકડ કરી છે,
એક કારમાં ગેરકાયદેસર હથીયાર રાખી સૈજપુર ટાવર તરફથી આવવાના છે અને ત્યારબાદ નરોડા ગામ તરફ જવાના છે. જેના પગલે પોલીસનો સ્ટાફ સૈજપુર ટાવર વોચ ગોઢવીને બેઠા હતા. દરમિયાન બાતમી વાળી કાર દેખાઈ હતી. તેને ઉભી રાખી કારમાં સવાર બંન્ને લોકોની કારની નિચે ઉતારી કારની તપાસ કરતા દરવાજા પાસે એક રીવોલ્વર મળી આવી હતી.
જેથી પોલીસે બંન્ને શખ્સોની પુછપરછ કરી ત્યારે બંન્નેએ પોતાના નામ હર્ષદકુમાર સોલંકી (ઉ.વ.27) અને મનોજસિંહ રાજપુત (ઉ.વ.28) હોવાનું જણાવ્યું હતુ. આ અંગે બંન્નેના વિરુદ્ધમાં હથિયાર ધારા એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને બંન્નેની ધરપકડ કરી હતી. આ રીવોલ્વર ક્યાંથી લાવ્યા અને સાથે કેમ રાખી છે, તે અંગે સઘન પુછપરછ હાથધરવામાં આવી છે.