October 22, 2026
ગુજરાતરમતગમત

અમદાવાદમાં 23 ઓક્ટોબરથી પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપનો પ્રારંભ, 13 દેશોના ખેલાડીઓ લેશે ભાગ

અમદાવાદમાં 9 દિવસ સુધી કબડ્ડીનો રોમાંચ, 31 ઓક્ટોબરે રમાશે ફાઇનલ | દર્શકો માટે પ્રવેશ વિનામૂલ્યે

અમદાવાદ: ગુજરાતની રમતગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ઓળખને વધુ મજબૂત બનાવતી પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026નું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું છે. 23થી 31 ઓક્ટોબર દરમિયાન વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાનારી આ સ્પર્ધામાં 13 દેશોની પુરુષ અને મહિલા ટીમો ભાગ લેશે. નવ દિવસ સુધી ચાલનારી આ ચેમ્પિયનશિપમાં કુલ 23 ટીમોના 400થી વધુ ખેલાડીઓ 62 મેચોમાં પોતાની રમતનું કૌશલ્ય દર્શાવશે.

13 દેશો વચ્ચે કબડ્ડીની ટક્કર

એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયા (AKFI) દ્વારા આયોજિત અને ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશન (IKF)ની મંજૂરી સાથે યોજાનારી આ સ્પર્ધામાં પુરુષોની 39 અને મહિલાઓની 23 મેચ રમાશે. બંને કેટેગરીમાં પ્રથમ વખત કોમનવેલ્થ ચેમ્પિયનનો ખિતાબ આપવામાં આવશે.

ભારત ઉપરાંત શ્રીલંકા, બાંગ્લાદેશ, નાઇજીરીયા, કેન્યા, તાન્ઝાનિયા, કેનેડા, સિંગાપોર, મલેશિયા, યુગાન્ડા, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમો સ્પર્ધામાં ભાગ લેશે.

ભારતીય ટીમની કમાન આ ખેલાડીઓના હાથમાં

ચેમ્પિયનશિપ માટે ભારતીય પુરુષ ટીમના કેપ્ટન તરીકે સુરજીત સિંહ અને વાઇસ-કેપ્ટન તરીકે નવીન કુમારની પસંદગી કરવામાં આવી છે. જ્યારે મહિલા ટીમનું નેતૃત્વ નિધિ શર્મા કરશે અને રિતુ વાઇસ-કેપ્ટનની જવાબદારી સંભાળશે.

ચેમ્પિયનશિપની ઔપચારિક જાહેરાત માટે બુધવારે યોજાયેલી કર્ટન રેઝર પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાર જર્સી, ટીમના કેપ્ટન, એન્થમ, લોગો અને માસ્કોટનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

30 ઓક્ટોબરે સેમિફાઇનલ, 31મીએ ફાઇનલ

ટુર્નામેન્ટમાં બંને કેટેગરીની સેમિફાઇનલ 30 ઓક્ટોબરે યોજાશે, જ્યારે 31 ઓક્ટોબરે ફાઇનલ મુકાબલા રમાશે. આ સ્પર્ધા “One Breath. One Raid. One Commonwealth” થીમ હેઠળ યોજાશે.

દર્શકો માટે મેચ નિહાળવાની વિનામૂલ્યે તક

કબડ્ડીપ્રેમીઓ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મેચોનો વિનામૂલ્યે આનંદ માણી શકશે. જોકે, મેચ જોવા માટે Thumpn પ્લેટફોર્મ મારફતે અગાઉથી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી રહેશે.

કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલાં અમદાવાદ માટે મહત્ત્વપૂર્ણ આયોજન

અમદાવાદ વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાની તૈયારી કરી રહ્યું છે. આવા સમયે પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપનું આયોજન શહેર માટે આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે પોતાની ક્ષમતા દર્શાવવાની તક બની શકે છે.

આ ચેમ્પિયનશિપથી કબડ્ડીને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ પ્રોત્સાહન મળવાની અને ભવિષ્યમાં કોમનવેલ્થ ગેમ્સમાં તેનો સમાવેશ કરવા માટેના પ્રયાસોને વેગ મળવાની અપેક્ષા છે.

Related posts

SOG અમદાવાદ દ્વારા સપના નામની મહિલા બુટલેગરના બે પુત્રો સહિત વધુ એકની એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશજીની આરતી કરાઇ

Ahmedabad Samay

KKR: શ્રેયસના સ્થાને ઇગ્લેન્ડનો વિસ્ફોટક ઓપનર કોલકત્તામાં સામેલ, 2.8 કરોડમાં ખરીદાયો

Ahmedabad Samay

વીરાંગના ભારતી દ્વારા શ્રાવણ માસના શરૂઆતમાં વૃક્ષો વિતરણ કરાયા

Ahmedabad Samay

રઘુનાથદાસજી શૈક્ષણિક સંકુલ અને જોય ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત મળી મતદાન જાગૃતિ આધારિત ચિત્ર સ્પર્ધા યોજાઈ

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સ્કૂલ બોર્ડના ૧૬૦૦૦થી વધારે બાળકો માટે સાયન્સ સિટીની મુલાકાતનું આયોજન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો