30 તારીખના રોજ મેઘાણીનગરમાં આવેલ રેલ્વે ફાટક પાસે એક યુવતીનો બળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેને લઈને મેઘાણીનગરમાં ચર્ચા નો વિષય બન્યો હતો.

Meghaningar P.I
મેઘાણીનગર ના પી.આઇ. જે.પી.ચૌહાણ એ આ ઘટનાની તપાસ હાથધરી અને ચક્રોગતિમાન કરી આ કેસ ઉકેલતા તપાસમાં જાણવા મળેલ કે યુવતીએ પહેલા આત્મહત્યા કરી ત્યારબાદ તેના પિતાએજ તેને સળગાવી. યુવતીનો યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી પરિવારમાં લગ્નની રજુઆત કરી હતી પરંતુ પરિવાર ન માનતા બાજુના રૂમમાં જઇ દુપટ્ટા વડે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની પરિવાર ને જાણ થતાં તેને છુપવવા માટે યુવતીના પિતા અને અન્ય પરિવાર જને યુવતીને કોથળામાં ભરી મેઘાણીનગર માં આવેલ સાંઇબાબા સોસાયટીના પાછળના ભાગમાં રેલ્વે ફાટક પર બાઈકનું પેટ્રોલ કાઢી મૃત્યુ યુવતીને સળગાવી દીધી હતી. હાલ યુવતીના પિતા અને તેમનો સાથ આપનાર સાગરીતની ધરપકડ પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.