July 14, 2026
ગુજરાત

પોલીસ દ્વારા અમદાવાદની ઐતિહાસિક રથયાત્રાને આખરી ઓપ આપવામાં આવી

રાજ્‍ય અને કેન્‍દ્ર દ્રારા પોલીસ પર સંપૂર્ણ ભરોષો મૂકી મહત્‍વની જવાબદારી સુપરત કરી છે,  તેવા રથ યાત્રાનાં મુખ્‍ય  સુકાની અનુપસિંહ ગેહલોત દ્રારા રથ યાત્રા બંદોબસ્‍ત માટે ૩૦ હજારથી વધુ પોલિસ દળ ખડેપગે રહેનાર હોવાનું અકિલા સાથેની વિશેષ વાતચીતમાં ભારે વ્‍યસ્‍તતા વચ્‍ચે જણાવ્‍યું છે.

તેવોએ વિશેષમાં ૧૬ તારીખે, ૧૬ કી. મી. વિશાળ રથ યાત્રા  અંગે બંદોબસ્‍ત સ્‍કીમ ત્‍યાર કરતી સ્‍પેશ્‍યલ બ્રાન્‍ચ પાસેથી, સ્‍કીમનાં માસ્‍ટર પ્‍લાન, તથા તેમાં ભૂતકાળમાં રહેલી ભૂલો સુધારવા છેલ્લા ૭ દિવસથી રૂટિન શેડ્‍યૂલ ડિસ્‍ટર્બ ન થાય તે રીતે ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલ, જોઈન્‍ટ પોલીસ કમિશનર નીરજ બડ ગુજ્જર, ib વડા અશોક કુમાર યાદવ, એડી. સીપી જયપાલસિંહ રાઠોડ વિગેરે સાથે ચર્ચા કરી બંદોબસ્‍ત રણનીતિ ઘડી છે, લોકો સીધી ભાષામાં સમજી શકે તે માટે કહીએ તૉ મહા યુદ્વનાં મોચ્‍ચા જેવી આ પ્રકારની તૈયારીઓ છે.

ફરી મુળ વાત પર આવી એ તો ૬૫ જેટલા હાઈ કવોલીટીનાં ડ્રોન દ્રારા નિરીક્ષણ કરવામાં આવશે. ૧૧ પોલીસ સ્‍ટેશન હદની વિસ્‍તાર આવરી લેવાયાં છે  ખોટી અફવા ફેલાવતા લોકો પર વૉચ રાખવા સાયબર સેલની વિશેષ ટીમો નજર રાખી રહી છે. લોકોને પણ કોઈ ખોટી અફવા સાંભળો કે વાંચો તયારે સમજયાં વગર આગળ ન વધારવા અપીલ કરી છે.

લાખો ભાવિકો ભગવાન જગન્નાથજીનાં દર્શન કરવા ભવિકો ઉમટનારા હોય તેવા સમયે ૩૦ હાજર જવાનો પર ૧  હાજર  પોલીસ જેટલા નાના મોટા લેવલના આધિકારીઓ તેમનું સુપરવિઝન કરશે.

ગુજરાતભરમાંથી અનુભવી આધિકારીઓ મદદે આવ્‍યા છે, ૧૫ થી વધુ સર્પ કંપની સાથે, રેપિડ એક્‍શન ફોર્સની ટુકડીઓ આવી હોવાનું અનુપમસિંહ ગેહલોતે જણાવ્‍યું છે. લાખો ભાવિકો ઉમટવાનાં હોય દુશ્‍મન  દેશ દ્રારા કોઈ ઉગ્રવાદીઓ, સ્‍લીપર સેલ, કે અપરાધીઓ યાત્રામાં પ્રવેશ કરે તો ફેસ રેકોઞનાઈઝ મશીન તે ચહેરા ઓળખી, વિશેષ કંટ્રોલ રૂમમાં બીપ, બીપનાં આવાજોથી ગુંજી ઉઠશે.

ગત વર્ષનાં અનુભવ આધારે ગજરાજ બેકાબુ બનેલ, તે સંદભે રચાયેલ સમિતિનાં તારણ નો અભ્‍યાસ કરી  પગલાઓ લેવાયા છે. બૉમ્‍બ સ્‍કોડ દ્રારા રૂટની તસુ તસુ જમીન ચકાસણી  થાય છે.

રથ યાત્રા અંતર્ગત બાઈક પર પોલિસ કમિશનર સહીત સુનિયર અધિકારીઔ નીકળ્‍યા હતા.  ટ્રાફિક પણ જટીલ સમસ્‍યા હોય એડી સીપી અશ્વિન ચૌહાણ ટીમ દ્રારા સાઈકલ યાત્રા નીકળેલ, ડીસીપી રૂપલ સોલંકી, ડીસીપી ભરત રાઠોડ વિગેરે સક્રિય ભૂમિકામાં છે.

Related posts

જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું જન કલ્યાણ કામ, મોટી સંખ્યામાં વિધવા બહેનોને સાડી વિત્રણ

Ahmedabad Samay

આનંદનગરમાં ઘરફોડ કરનાર આરોપીની ઝોન -૦૭ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઇ

Ahmedabad Samay

ટાઉન પ્લાનિંગના પૂર્વ ચેરમેન ગૌતમ પટેલનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

ગુજરાતમાં ઠંડી અને માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. 6 થી 10 ડિસેમ્બર વચ્ચે વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય

Ahmedabad Samay

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં વિકાસના કાર્ય પ્રગતિપર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો