November 25, 2026
ગુજરાતરાજકારણ

અમદાવાદમાં મોંઘવારીના વિરોધમાં AAPનું પ્રદર્શન, અસારવા મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું

અમદાવાદ: દેશમાં સતત વધી રહેલી મોંઘવારીના મુદ્દે આમ આદમી પાર્ટી AAP દ્વારા અમદાવાદના અસારવા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અસારવા વિધાનસભા આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા ચમનપુરા સર્કલ ખાતે યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં મોંઘવારી પર નિયંત્રણ લાવવાની માંગ ઉઠાવવામાં આવી હતી.

પેટ્રોલ-ડીઝલ, ગેસ સિલિન્ડર અને ખાદ્ય ચીજવસ્તુઓ સહિત જીવનજરૂરી વસ્તુઓના વધતા ભાવોને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોનું ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું હોવાનો મુદ્દો પ્રદર્શન દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો. વધતી મોંઘવારીના કારણે સામાન્ય નાગરિકોને પડતી મુશ્કેલીઓ તરફ સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

વિરોધ પ્રદર્શન બાદ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અસારવા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં મોંઘવારી પર નિયંત્રણ લાવવા, કાળાબજારી અને સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરવા તેમજ સામાન્ય જનતાને રાહત આપવા સહિતની માંગણીઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી અસારવા વિધાનસભાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે પાર્ટીના સ્પેશ્યલ ટાસ્ક ઇન્ચાર્જ જગદીશ વણઝારાએ જણાવ્યું હતું કે, જનતાના પ્રશ્નો અને સામાન્ય નાગરિકોના હિત માટે આમ આદમી પાર્ટીનો અવાજ સતત ઉઠતો રહેશે.

Related posts

અમદાવાદ પોલીસ ઉપર બે વર્ષમાં ૧૪૨ વાર હુમલાની ઘટના બની છે

Ahmedabad Samay

કુબેરનગર બાંગ્લા થી રામેશ્વર ચાર રસ્તા તરફ નવા રોડના કામનું કુબેરનગર વોર્ડના મહામંત્રી શ્રી રાજેશ દરડા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે તાજેતરમાં પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ-૨૦૨૬નું સફળતાપૂર્વક પૂર્ણ,અંદાજે ૬,૪૨,૨૩૨ પક્ષીઓની હાજરી નોંધાઇ

Ahmedabad Samay

અમદાવાદનું જડેશ્વર વન રાજ્યનું પહેલું એવું વન છે જે ‘ડમ્પિંગ સાઇટ’ ઉપર નિર્માણ પામ્યુ

Ahmedabad Samay

શ્રી રાજપુત કરણી સેના મુંબઈએ યશરાજ ફિલ્મને અલ્ટીમેટમ આપ્યું

Ahmedabad Samay

અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં ૭૦ જેટલા આગના બનાવો બન્યાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો