અમદાવાદમાં દિવાળી પર્વમાં આગની ઘટનાના બનાવ વધ્યા છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં ૭૦ જેટલા આગના બનાવો બન્યાં છે. મોટાભાગના કોલ મકાનમાં આગ લાગવાના બન્યા છે. મોટાભાગના કોલમાં ફટાકડાના કારણે આગ લાગ્યાનું અનુમાન છે. ૧૦ નવેમ્બરે આગ લાગવાના ૨૯ કોલ નોંધાયા હતા.
જ્યારે ૧૧ નવેમ્બરે ૩૮ અને ૧૨ નવેમ્બરે સવારે ૭ કોલ આગના નોંધાયા હતા. ત્યારે દિવાળી દરમિયાન સાવચેતી રાખવી ખૂબ જ જરુરી છે.
