શ્રી રાજપુત કરણી સેનાએ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ જયંતિના અવસરે શ્રી રાજપુત કરણી સેના મુંબઈએ યશરાજ ફિલ્મ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે મુંબઈ પોલીસને યશરાજ ફિમ્સ વિરૂદ્ધ કાર્યવાહી કરવા આવેદન પત્ર આપવાની સાથે યશરાજ ફિલ્મને અલ્ટીમેટમ આપ્યું છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાના , રાજપુત કરણી સેના મુંબઈએ યશરાજ ફિલ્મએ વીર યોદ્ધા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવન ચરિત્ર પર આધારિત નિર્માણાધીન ફિલ્મને સન્માનજનક યથોચિત નામ આપવાની માગણી છે . કરણી સેનાનું જણાવ્યું છે કે જો.સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના માન- સન્માન સાથે કોઈ રમત રમાઈ કરણી સેના એના હિસાબે મામલો હલ કરશે .
શ્રી રાજપુત કરણી સેનાના મુંબઈ પ્રદેશ અધ્યક્ષ દિલીપ રાજપુતે જણાવ્યુ કે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ મામલે કોઈ સમજૂતિ ચલાવી લેવાશે નહીં . સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ રાષ્ટ્ર ગૌરવ અમારી અસ્મિતાના પ્રતીક છે .