September 21, 2026
દુનિયારાજકારણ

૮૩ વર્ષના થાય ત્યાં સુધી પુતિન રાજગાદી પર બેસશે, પુતિને રશિયાનું બંધારણ બદલ્યું

પુતિને રશિયાનું બંધારણ બદલ્યું.પુતિન ૮૩વર્ષ ની ઉંમર શુધી રશિયાની રાજગાદી પર બિરાજમાન રહેશે.  રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન છેલ્લા ૨૦ વર્ષથી રશિયામાં સત્તા પર છે. પુતિન સિવાય એવા જોસેફ સ્ટાલિન છે, જેમણે લાંબા સમય સુધી રશિયાની સત્તા સંભાળી હતી. તાજેતરમાં રશિયામાં બંધારણીય સુધારા માટે લોકમત યોજવામાં આવ્યો હતો. એક અઠવાડિયા સુધી ચાલેલા મતદાનમાં, લોકોએ પુતિનને ૨૦૩૬ સુધી રાષ્ટ્રપતિ બનવાની મંજૂરી આપી. પુતિન ૨૦૨૪ સુધી રશિયાનું રાષ્ટ્રપતિ પદ સંભાળવાના હતા. પરંતુ હવે આ સુધારા બાદ, તેઓ ૮૩ વર્ષની વય સુુધી રાજગાદી સંભાળશે

આ પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ ૨૦૧૮માં બંધારણમાં સુધારો કર્યો હતો અને પોતાને આજીવન રાષ્ટ્રપતિ બનાવવાનો માર્ગ ચોખ્ખો કર્યો હતો. બીજી બાજુ, રશિયામાં ઘણા લોકોએ બંધારણીય સુધારા અંગે સવાલ ઉઠાવ્યા છે.

લોકોનું માનવું છે કે, બંધારણ સુધારણા માત્ર એક દેખાવ હતો, તે એટલા માટે કરવામાં આવેલ કે પુતિન લોકોના પ્રશ્નોને ટાળી શકે. સુધારણા પહેલા જ તેની નકલો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી.

Related posts

ગુજરાત રાજસ્થાન મિત્રતા સંઘ અને ભાષા-ભાષા સેલ ભાજપ અમદાવાદ દ્વારા સ્વાગત અને સન્માન સ્માહરો યોજાયો

Ahmedabad Samay

ભારતે ન્યુઝીલેન્ડને ૯૬ રને પરાજય આપીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમેં ઈતિહાસ રચ્યો

Ahmedabad Samay

ઉદ્ઘવ ઠાકરેને વધુ એક મોટો આંચકો, ઉદ્ઘવ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ઉદય સામંત પણ બળવાખોર એકનાથ શિંદેની છાવણીમાં જોડાયા

Ahmedabad Samay

મહાયુદ્ધ શરૂ, અમેરિકા અને ઇઝરાયલે ઇરાન વિરુદ્ધ ખૂબ જ આક્રમક સંયુક્‍ત લશ્‍કરી કાર્યવાહી શરૂ કરી

Ahmedabad Samay

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આજે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપ્યું

Ahmedabad Samay

કોંગ્રેસના ગેનીબેને ગુજરાતમાં પાડ્યું ગાબડું,ભાજપના રેખા ચૌધરીને માત આપી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો