October 5, 2026
મનોરંજન

કિયારા તેની આગામી ફિલ્મ “જૂગ જૂગ જીયો” લઇ છે ઉત્સાહિત

કિયારા અડવાણી હવે વરૂણ ધવન સાથેની ફિલ્મમાં જોવા મળવાની છે. જૂગ જૂગ જીયો નામની તેની આ ફિલ્મ આવતા વર્ષે ચોવીસમી જુનના રોજ રિલીઝથવાની છે.

કિયાર-વરૂણની સાથે ફિલ્મમાં અનિલ કપૂર, નીતુ કપૂર, મનિષ પોલ અને પ્રજાકતા કોલી પણ મહત્વના રોલમાં છે. રાજ મહેતા નિર્દેશીત આ ફિલ્મનો પહેલો લૂક કરણ જોહરે જાહેર કર્યો હતો. જેમાં કિયારા અને વરૂણ દુલ્હા-દૂલ્હનના લૂકમાં જોવા મળ્યા હતાં. કરણે ફોટો ઇન્સ્ટાગ્રામ પર મુકીને લખ્યું હતું કે અમારી ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે. અમારી સાથે ફેમિલીને સેલિબ્રેટ કરો.

બીજી તરફ આ ફિલ્મને લગતી એક નાનકડી કલીપ ઇન્સ્ટાગ્રામ પર મુકીને કિયારાએ કેપ્શન આપી હતી કે અમે એક બીજાને પ્રેમ કરીએ છીએ, સાથે સેલિબ્રેટ કરીએ છીએ. આ પરિવાર હંમેશાં સાથે રહે છે. અમારી સાથે ‘જુગ જુગ જિયો’ને સેલિબ્રેટ કરો. કિયારા આ ફિલ્મ માટે ખુબ જ ઉત્સાહિત છે અને તે રિલીઝ થાય તેની આતુરતાથી રાહમાં છે. વરૂણની અન્ય ફિલ્મોમાં ભેડીયા પણ સામેલ છે.

Related posts

જ્યારે સલમાન ખાને ઐશ્વર્યા રાયને બદલે આ અભિનેત્રીને કાસ્ટ કરવાની ભલામણ કરી હતી!

Ahmedabad Samay

ગુજરાતી મુવી ‘ગેટ સેટ ગો‘નું ટીઝર રિલીઝ,બોલિવુડ અભિનેતા દીપક તિજોરી મુખ્‍ય ભૂમિકામાં જોવા મળશે

Ahmedabad Samay

Adipurush: દર્શકો સાથે હનુમાનજી પણ આ ફિલ્મ જોશે, દરેક થિયેટરમાં એક સીટ અનામત રાખવામાં આવશે

Ahmedabad Samay

સારા લોકોની વાર્તાઓ આ મુશ્કેલ સમયમાં આશા અને સકારાત્મકતાની કિરણ તરીકે ઉભરી: રાજકુમાર રાવ

Ahmedabad Samay

ઝુબીન નટિયાલનો ‘બેવફા તેરા માસૂમ ચેહરા ‘ નામનો રોમેન્ટિક ગીત રિલીઝ

Ahmedabad Samay

ધુરંધર-2 ના શુટિંગ પર પોલીસ, મુંબઈ પોલીસે અચાનક એન્ટ્રી કરીને શૂટિંગ અટકાવી દીધું હતું.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો