Adipurush: દર્શકો સાથે હનુમાનજી પણ આ ફિલ્મ જોશે, દરેક થિયેટરમાં એક સીટ અનામત રાખવામાં આવશે
અભિનેતા પ્રભાસ અને કૃતિ સેનન આ દિવસોમાં તેમની ફિલ્મ આદિપુરુષને લઈને ચર્ચામાં છે. તેની રિલીઝનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને તે પહેલા જ મેકર્સે તેને લઈને મોટી જાહેરાત કરી છે. જે મુજબ, રિલીઝ બાદ દરેક થિયેટરમાં હનુમાનજી માટે એક સીટ અનામત રાખવામાં આવશે. જેના પર બીજું કોઈ બેસી શકે નહીં. આ પહેલા તમે આવુ ક્યારેય જોયું કે સાંભળ્યું નહીં હોય.
રિલીઝ પહેલા મેકર્સે લીધો મોટો નિર્ણય
આદિપુરુષ 16 જૂને રિલીઝ થવા જઈ રહી છે, એટલે કે હવે ફિલ્મની રિલીઝને માત્ર 10 દિવસ બાકી છે. આવી સ્થિતિમાં, એક અલગ પ્રકારનો પ્રયોગ કરતી વખતે, નિર્માતાઓએ નિર્ણય લીધો છે કે દરેક થિયેટરમાં એક સીટ હનુમાનજી માટે અનામત રાખવામાં આવશે જેથી કરીને હનુમાનજીમાં લોકોની આસ્થાની ઉજવણી થઈ શકે. તેની પાછળ એક કારણ એ પણ આપવામાં આવ્યું છે કે જ્યાં પણ ભગવાન શ્રી રામનો ઉલ્લેખ કરવામાં આવે છે અથવા તેમનું નામ લેવામાં આવે છે, ત્યાં હનુમાનજી અવશ્ય હાજર હોય છે. તે સદીઓથી ચાલતી માન્યતા છે અને તે માન્યતા ખાતર દરેક સ્ક્રીનીંગ દરમિયાન એક સીટ ખાલી રાખવામાં આવશે.
ફિલ્મનું બજેટ 500 કરોડ છે
પ્રભાસ આદિપુરુષમાં શ્રી રામના રોલમાં છે અને કૃતિ સેનન માતા સીતાના રોલમાં છે. તેથી આ જોડી પણ ઘણા સમયથી હેડલાઇન્સમાં છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન રાવણનું પાત્ર ભજવવા જઈ રહ્યો છે. પરંતુ અન્ય ઘણા કારણોસર પણ આ ફિલ્મ ચર્ચામાં છે. તેનું એક કારણ ફિલ્મનું બજેટ અને તેની ભવ્યતા છે. કહેવામાં આવી રહ્યું છે કે 500 કરોડથી વધુના બજેટમાં આદિપુરુષ બનાવવામાં આવ્યો છે. ફિલ્મના ગ્રાફિક્સ જબરદસ્ત છે, જેના કારણે તેના પાત્રોને વધુ ભવ્ય રીતે દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મના ટીઝર પર લોકોએ અનેક સવાલો ઉઠાવ્યા છે. પરંતુ ટ્રેલર જોઈને લોકો ઘણા અંશે સંતુષ્ટ જણાય છે. દરેક લોકો ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.