July 4, 2026
બિઝનેસ

તમારા કામનું / કેન્દ્ર સરકારના નિર્ણયથી રાશન કાર્ડધારકોને મળી મોટી રાહત, દેશભરમાં લાગૂ થયો નવો નિયમ

Ration Card Latest Update: રાશન કાર્ડમાંથી અનાજ લેનારાઓ માટે સારા સમાચાર છે. મોદી સરકારની મહત્વાકાંક્ષી વન નેશન વન રાશન કાર્ડ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે, ત્યારબાદ તમામ દુકાનો પર ઓનલાઈન ઈલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ (POS) ઉપકરણો ફરજિયાત કરવામાં આવ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે હવે સરકારના આ નિર્ણયની અસર પણ દેખાઈ રહી છે.

હવે રાશનનું વજન કરવામાં નહીં થાય ચેડાં

હકીકતમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા (National Food Security Law) હેઠળ લાભાર્થીઓને સંપૂર્ણ માત્રામાં રાશન મળી શકે તેના માટે કેન્દ્ર સરકારે રાશનની દુકાનો પર ઈલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ (EPOS) ડિવાઈસને ઈલેક્ટ્રોનિક વજનકાંટા સાથે લિંક કરવા માટે ખાદ્ય સુરક્ષા કાયદા નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે.

નવો નિયમ દેશભરમાં લાગૂ

હવે દેશની તમામ વાજબી કિંમતની દુકાનોને ઓનલાઈન ઈલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ (POS) ડિવાઈસ સાથે જોડવામાં આવી છે. એટલે કે, હવે રાશનના વજનમાં ભૂલને અવકાશ નથી. પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (PDS) ના લાભાર્થીઓને કોઈ પણ સંજોગોમાં ઓછું રાશન ન મળે તેની ખાતરી કરવા માટે, રાશન ડીલરોને હાઇબ્રિડ મોડલ પોઈન્ટ ઓફ સેલ મશીનો આપવામાં આવ્યા છે. જો નેટવર્ક ન હોય તો આ મશીનો ઓફલાઇન તેમજ ઓનલાઇન મોડમાં પણ કામ કરશે. હવે લાભાર્થીઓ તેમના ડિજિટલ રાશન કાર્ડનો ઉપયોગ કરીને દેશની કોઈપણ વાજબી કિંમતની દુકાનમાંથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ માલ ખરીદી શકશે.

શું છે નિયમ ?

સરકારનું કહેવું છે કે, આ સુધારો NFSA હેઠળ ટાર્ગેટ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (TPDS) ની કામગીરીની પારદર્શિતામાં સુધારો કરીને કાયદાની કલમ 12 હેઠળ અનાજના વજનમાં સુધારો કરવાની પ્રક્રિયાને આગળ વધારવાનો એક પ્રયાસ છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ, સરકાર દેશના લગભગ 80 કરોડ લોકોને દર મહિને વ્યક્તિ દીઠ પાંચ કિલો ઘઉં અને ચોખા (અન્ન) અનુક્રમે 2-3 રૂપિયા પ્રતિ કિલોના સબસિડીવાળા દરે પ્રદાન કરે છે.

શું ફેરફાર થયો ?

સરકારે જણાવ્યું કે, EPOS ઉપકરણને યોગ્ય રીતે ચલાવવા માટે રાજ્યોને પ્રોત્સાહિત કરવા અને 17 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના વધારાના નફામાંથી બચતને પ્રોત્સાહન આપવા માટે ખાદ્ય સુરક્ષા (રાજ્ય સરકારોને સહાયતા નિયમો) 2015 ના પેટા-નિયમ (2) ના નિયમ 7 માં સુધારો કરવામાં આવ્યો છે.

Related posts

મારુતિ લોન્ચ કરશે ઇલેક્ટ્રિક મારુતિ 800

Ahmedabad Samay

આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ વિતી ગયા બાદ પણ તમારા માટે રીટર્ન ભરવાનો છે મોકો

Ahmedabad Samay

ભારતીય શેરબજારની શરૂઆત સપાટ, સેન્સેક્સમાં 21 પોઈન્ટનો નજીવો વધારો, નિફ્ટી 19,600ને પાર

Ahmedabad Samay

બિહાર ઇલેક્શન વચ્ચે માર્કેટ ખુલતા જ સેન્સેક્સ 352 પોઈન્ટ તૂટ્યો

Ahmedabad Samay

૨,૦૦૦ ની SIP તમને કેટલા સમય માટે કરોડપતિ બનાવી શકે છે.

Ahmedabad Samay

નવી ટેક્સ વ્યવસ્થા હોય કે જૂની, આવક આટલી હોય તો ટેક્સ સમાન, સમજી લો ગણતરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો