લાભપાંચમના દિવસથી વેપાર-ધંધા પુનઃ ધમધમતા થયા છે, સવારે વેપારીઓએ શુભ મુહુર્તમાં નવી આશાઓ અને નવા ઉમંગ સાથે પોતપોતાના કામધંધા શરૂ કર્યા છે. આજથી બજારો અને દુકાનો પુનઃ ધબકતી થઈ છે.
આજથી સરકારી ઓફિસો અને બેન્કોમા પણ રાબેતા મુજબનું કામકાજ શરૂ થયુ છે. દિવાળી દરમિયાન અર્થતંત્ર દોડતુ થયુ હતુ તે ફરી ધમધમતુ થાય તેવા એંધાણ મળી રહ્યા છે. લગ્નસરાની ખરીદી શરૂ થવાની પણ આશા હોવાથી વેપારીઓમા ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.