September 27, 2026
ગુજરાતઅપરાધ

નરોડા પોલીસે નકલી પોલીસ બની ફરતા સસ્પેન્ડડ SRP જવાનની ધરપકડ કરી.

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં પોલીસે નકલી પોલીસની ધરપકડ કરી છે. પોલીસ બનીને સસ્પેન્ડેડ SRP જવાને એક મહિલા પાસેથી 11 હજાર પડાવ્યા હતા. નરોડા પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી. પોલીસ કસ્ટડીમાં કાળા બુરખામાં રહેલો આ શખ્સ સલીમમિયા હુસેનમિયા રાઠોડ છે. આરોપીએ પોલીસ બનીને રોફ જમાવીને એક મહિલા પાસેથી રૂ 11 હજાર પડાવ્યા હતા.

કૃષ્ણનગર માં રહેતા કનકબેન ઝાલા ખરીદી કરવા નરોડા નેશનલ હેડલુમથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે આરોપી સલીમમિયા પોલીસ બનીને ગાડી લઈને આવ્યો અને મહિલાને ગાડીમાં બેસીને કૃષ્ણ નગર પોલીસ સ્ટેશન આવવાનું કહ્યુંને ધમકી આપીને રોફ જમાવ્યો હતો.

આ મહિલા ગાડીમાં બેસી એટલે આરોપીએ નરોડા પાટિયાથી કૃષ્ણનગર તરફ લઈને મહિલાને લાફો ઝીકીને તેના પર્સમાંથી રૂ 11 હજારની લૂંટ કરી હતી. પોલીસે બાતમીના આધારે નકલી પોલીસને ઝડપી લીધો હતો.

New up 01

Related posts

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ટ્રેન ના પાટા પર સુતા ૧૫ મજુરો આવ્યા ટ્રેનની અડફેટે.

Ahmedabad Samay

શ્રી દિનેશ દેવલેકરે ગુડી પાડવા નિમિતે ગુડી બનાવી પૂજા કરી અને કોરોનાથી વિશ્વને મુક્તિ મળે તેવી પ્રાર્થના કરી

Ahmedabad Samay

અમદાવાદના હાટકેશ્વર -ભાઈપુરા વોર્ડના ભાજપના કોર્પોરેટર ગયાપ્રસાદ કનોજિયાનું કોરોનાથી નિધન

Ahmedabad Samay

કરણી સેના સ્થાપનાદિન નિમિત્તે ૦૩ માર્ચે રક્તદાન શિબિર અને અન્ય કાર્ય ક્રમ કરાશે

Ahmedabad Samay

લાંબા રૂટની બસોમાં ઉપલબ્‍ધ ઓનલાઈન બુકિગની સુવિધા હવે પસંદગીની લોકલ બસ સેવાઓમાં પણ શરૂ કરવામાં આવી

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં રાજધાની એક્સપ્રેસ જેવું સુપરફાસ્ટ કામનું નામ કાઉન્સિલર રાજેન્દ્ર સોલંકી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો