September 22, 2026
દેશ

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટને PETA ૨૦૨૧ પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કરી

વિશ્વસ્તરે પશુ-પ્રાણીઓનાં રક્ષણ માટે કાર્ય કરતી સંસ્થા પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (PETA) ઈન્ડિયાએ બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટને PETA ૨૦૨૧ પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કરી છે. પ્રાણીઓની સુખાકારીની કાળજી લેતા ફેશન ઉદ્યોગનું સમર્થન કરવા બદલ PETA સંસ્થાએ આ એવોર્ડ માટે આલિયાને પસંદ કરી છે.

આલિયાએ હાલમાં જ ‘ફૂલ’નામની એક કંપનીમાં મૂડીરોકાણ કર્યું હતું. આ કંપની મંદિરોમાં કચરાભેગા જતા ફૂલોમાંથી વિગન લેધર ‘ફ્લેધર’બનાવે છે. આલિયા અવારનવાર બિલાડીઓ અને કૂતરાઓનું રક્ષણ કરવાનો લોકોને અનુરોધ કરતી હોય છે. આ માટે PETA સંસ્થાની એક ઝુંબેશમાં આલિયાએ અભિનય પણ કર્યો હતો.

ભૂતકાળમાં PETA ઈન્ડિયાનો પર્સન ઓફ ધ એવોર્ડ જીતનાર જાણીતી હસ્તીઓમાં કોંગ્રેસી સંસદસભ્ય શશી થરૂર, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ કે.એસ. પણિકર રાધાકૃષ્ણન, ક્રિકેટર વિરાટ કોહલી, કોમેડિયન કપિલ શર્મા, બોલીવુડ અભિનેતાઓ જોન અબ્રાહમ અને આર. માધવન, અભિનેત્રીઓ અનુષ્કા શર્મા, જેકલીન ફર્નાડીઝ, હેમા માલિની, સોનમ કપૂર-આહુજા, સની લિયોની. પ્રાણીઓ માટે અલગ અલગ રીતે મદદરૂપ થવા બદલ આ વ્યકિતઓને એવોર્ડ આપવામાં આવ્યો છે.

New up 01

Related posts

PM મોદીએ કરણી માતાના કર્યા દર્શન, ઓપરેશન સિંદૂરની સફળતા પછી વડા પ્રધાન  મોદીએ તેમની પહેલી જાહેર સભામાં પાડોશી દેશને સીધી ચેતવણી આપી

Ahmedabad Samay

ફરી લોકડાઉન, કેસ વધતા પશ્વિમ બંગાળમાં ૩૧ જુલાઈ સુધી લોકડાઉન

Ahmedabad Samay

આગામી ૨૬ જાન્યુઆરીએ ૭૭મો પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવા,પરેડમાં આ વર્ષે પ્રાણીઓની ખાસ ટુકડી હશે શામેલ

Ahmedabad Samay

હવે ઔરંગાબાદનું નામ છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદ હવે ધારાશિવ તરીકે ઓળખાશે

Ahmedabad Samay

ખેડૂત આંદોલનમાં બાજ પક્ષી બન્યું આકર્ષણનું કેન્દ્ર

Ahmedabad Samay

ભારતીય ટીમે ટી-૨૦ વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેને ૭૨ રને હરાવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો