કૃષિ કાયદાનાં મુદ્દા પર ખેડુતો હવે લડી લેવાનાં મુડમાં છે, ખેડુત સંગઠનોનું કહેવું છે કે સરકાર આ કાળા કાયદાને જ પાછો ખેંચી લે, ભારતીય કિસાન યુનિયન પ્રમુખ બલબીર એસ રાજેવાલના જણાવ્યા અનુસાર કાલે ૧૨ ડિસેમ્બરે અમે દિલ્હી-જયપુર હાઇ-વે બ્લોક કરી દઇશું, ૧૪ ડિસેમ્બર મંગળવારે કલેકટર ઓફિસોની સામે, બીજેપી નેતાઓનાં નિવાસસ્થાનો તથા રિલાયન્સ અને અદાણી ટોલ પ્લાઝા પર ધરણા કરીશું, ટ્રેનોને રોકવાનો કોઇ કાર્યક્રમ નથી, ખેડુતોની સંખ્યા સતત વધી રહી છે.
આંદોલનકારીઓ પર ડ્રોનથી નજર રાખશે, ફરીદાબાદ જિલ્લાના દરેક ટોલ પ્લાઝા પર રિઝર્વ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે.