August 7, 2026
દેશ

જૂનના પહેલા સપ્તાહ થી લોકડાઉનમાં રાહત મળશે

દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી ઘટી રહ્યું છે અને સાજા થનારા દર્દીઓની વધી રહેલી સંખ્‍યાને જોતા જૂનના પહેલા અઠવાડિયાથી લોકડાઉનથી રાહત મળવાની આશા વધી ગઇ છે. આર્થિક ગતિવિધિઓ શરૂ થશે. જો કે આરોગ્‍ય મંત્રાલયના એક સીનીયર અધિકારીએ લોકડાઉન હટાવવામાં અત્‍યારે સાવચેતી રાખવાની સલાહ આપી છે. કહેવામાં આવ્‍યું છે કે પોઝિટિવીટી દર નક્કી કરેલા માપદંડમાં આવી જવા છતાં તેના પર નજર રાખવી પડશે કે સંખ્‍યા ફરીથી વધવા ના લાગે.

 

જુનના પહેલા સપ્‍તાહથી કેટલાય રાજ્‍યોમાં લોકડાઉનમાં રાહત મળવાની આશા વ્‍યકત કરતા આ અધિકારીએ કહ્યું કે, પોઝીટીવીટી રેટ ઘટવા છતાં લોકડાઉન લંબાવવાનો નિર્ણય બે કારણોથી લેવાયો હતો. એક તો લોકડાઉન ખુલ્‍યા પછી પોઝીટીવીટી રેટ વધવાનું નક્કી માનવામાં આવે છે અને બીજું હાલમાં સક્રિય દર્દીઓની સંખ્‍યા હજુ પણ ઘણી વધારે છે. એટલે એ રાજ્‍યોએ વધારે સતર્ક થવાની જરૂર છે જ્‍યાં પોઝીટીવીટી રેટ ઓછો હોવા છતાં સક્રિય કેસોની સંખ્‍યા બહુ વધારે છે.

Related posts

યૂક્રેન પ્રસ્તાવ પર ભારત રહ્યું મતદાનથી દૂર, પૂછ્યો વિશ્વને અરીસો બતાવતો સવાલ

Ahmedabad Samay

નાગરિકતા સંશોધન (CAA)કાયદો માર્ચથી લાગુ

Ahmedabad Samay

જે. પી. નડ્ડા અને રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્રસિંહની હાજરીમાં સોનમ વાંગચુકે ઉપવાસના પારણા કર્યા

Ahmedabad Samay

નિષ્ણાતોએ ચેતવણી આપી,મહારાષ્ટ્રમાં બહુ ઝડપથી ત્રીજી લહેર આવી શકે છે. પુણેમાં વીકેન્ડ કરફ્યુ લગાવાયું

Ahmedabad Samay

મુંબઈ સરકાર V/S કંગના

Ahmedabad Samay

નવા આઇટી નિયમોનો ભારતના વોટ્સએપ યુઝર ઉપર અસર નહીં થાય : રવિશંકર પ્રસાદ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો