September 27, 2026
ગુજરાત

હાયરે મોંઘવારી,ગરમીમાં શાકભાજીના ભાવો વધતા લોકોને પેટ ભરવા કઠોળ ખાવા પડશે

હજુ તો ઉનાળાની સીઝનની શરૂઆત થઇ છે ત્‍યાં તો સુરતના હોલસેલ રિટેલ શાકભાજી માર્કેટોમાં લીલા શાકભાજીના ભાવો ગરમીના પારાથી પણ વધારે દઝાડી રહ્યા છે .

આજે એનર્જી ડ્રિંક ગણાતા લીંબુનો ભાવ અભૂતપૂર્વ રીતે કિલોના રૂ.૨૦૦ બોલાય રહ્યો છે. એવી જ રીતે કાંદા, બટાકા, કોબીજ, ફ્‌લાવરને બાદ કરતા મોટા ભાગના શાકના ભાવ લઘુત્તમ રૂ.૧૦૦ થઇ ગયા છે. શાકભાજીના વધેલા ભાવો માટે ઓછી ઉપજ ઉપરાંત વાહનવ્‍યવહાર ખર્ચમાં વધારો તથા અન્‍ય કારણો ગણાવાય રહ્યા છે.

શહેરમાં શાકભાજીનો હોલસેલ વેપાર પૂણા કુંભારીયા સ્‍થિત એપીએમસી માર્કેટમાંથી થાય છે. એપીએમસી માર્કેટમાં હાલ ઉનાળાના આરંભે જ અમુક પ્રકારના લીલોતરી શાકની જે આવક થતી હતી તેટલી થતી નથી તેના કારણે લીલા શાકભાજીના ભાવો ગરમીના પારા કરતા પણ વધુ ચઢી ગયા હોવાનું જણાય રહ્યું છે.

હોલસેલ માર્કેટમાં હાલ ફક્‍ત કોબીજ, ફ્‌લાવર અને કાંદા – બટાકા આ ચારને બાદ કરતા બાકીના તમામ શાકભાજીના ભાવો એટલી હદે વધી રહ્યા છે કે ખુદ વેપારીઓ પરેશાનીમાં મૂકાય ગયા છે.

આ વખતના ભાવ અતિશય વધ્‍યા છે અને એટલે જ ગરીબ, લોઅર મિડલ ક્‍લાસના પરિવારોને પોષાય નહીં તેટલા ભાવ થઇ ગયા છે. સામાન્‍ય પરિવારો હાલ શાકભાજીને બદલે તેમના ભોજનમાં કઠોળ કે ડુંગળી બટાકાનો વધુ ઉપયોગ કરીને આ સમયગાળો કાઢી નાંખતા હોય છે. એપીએમસી માર્કેટમાં હાલ શાકભાજીની આવક પણ ઓછી થઇ રહી છે. આ ઉનાળામાં કઠોળ ખાઈને દિવસો પુરા કરવા પડે તેવી પરીસ્‍થિતિ ઉભી થવા પામી છે.

Related posts

મુકેશ ઋષિ જીના હાથે હાર્દિક હુંડિયા દ્વારા પ્રકાશિત મોદી રાજમાં હાર્દિક વ્યંગચિત્ર નું વિમોચન કરાયું

Ahmedabad Samay

કિંજલ દવેની પાંચ વર્ષની સગાઇ અને લાંબા સમય સુધી ચાલેલા પ્રેમનો થયો અંત, કિંજલની સગાઇ તૂટતા પરિવાર અને ફેનને લાગ્યો ઝટકો

Ahmedabad Samay

અટલાદરા ખાતે BAPS ના યજનાપુરુષ સભાગ્રહ ખાતે કોરોનાની સારવાર માટે 500 બેડ મુકાશે

Ahmedabad Samay

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં કોમ્પલેક્ષ ધરાશાયી

Ahmedabad Samay

મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન અને માતાજીની આરાધના કરવા માટે અંબાજી મંદિરમાં પહોંચ્યા

Ahmedabad Samay

અનલોક ૦૩ માટે ગુજરાત સરકારની ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો