વૈશ્વિક કોરોના મહામારી દરમ્યાન અમરેલી જિલ્લા મા આપણા ઘણા આત્મજનો ગુમાવ્યા છે આવી મુશ્કેલ પરિસ્થિતીમા શીતલ પરિવાર ને વિચાર આવ્યો કે આપણે કંઇક એવું શું કરીએ કે જેનાથી લોકો ના પ્રાણ બચી શકે અને ફરી હસતા ખિલખિલાટ કરતા પરિવાર અને સામાજીક જીવનની સુખાકારી ધબકતી બને.
આ આશાભર્યા વિચારને અમરેલીના કલેકટર શ્રી આયુષ ઓક સાહેબ તથા વતન ના રતન શ્રી વસંતભાઈ ગજેરા ની પ્રેરક ઉપસ્થિતિ અને પૂજ્ય શ્રી દકુભાઈ ભૂવા અને પૂજ્ય શાંતાબેન ભૂવાના આશિર્વાદ થી અમરેલી સિવિલ હોસ્પિટલમાં પ્રતિ કલાક 15000 liter ઓક્સિજન ઓનલાઈન ઉત્પાદન થઈ શકે તેવા પ્લાન્ટ નુ “લોકાર્પણ” થવા જઈ રહ્યું છે.
▪️તારીખ: ૨૯.૦૫.૨૦૨૦ – શનિવાર
▪️સમય: સવારે ૧૦:૩૦ કલાકે
“ઓક્સિજન પ્લાન્ટ નું મુહર્ત” (પી.એમ.રૂમ સામે) તેમજ સમય: ૧૧:૦૦ કલાકે
“લોકાર્પણ” શાંતાબેન મેડિકલ કોલેજ બિલ્ડિંગ લેકચર રૂમ નં.૧