મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ફાયર NOC મુદ્દે વધુ 542હાઈરાઈઝ બિલ્ડીંગને નોટિસ ફટકારી છે. જેમાં શહેરમાં 137 રહેણાંક + વાણિજ્ય યુઝ હાઈરાઈઝ બિલ્ડીંગ અને 405 હાઈરાઈઝ રહેણાંક બિલ્ડીંગને નોટિસ ફટકારી છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં 3249 બિલ્ડીંગને નોટિસ ફટકારી છે.
મ્યુનિ. કોર્પોરેશન તંત્ર દ્વારા અમદાવાદ શહેરમાં ફાયર NOC મુદ્દે કડક વલણ અપનાવવામાં આવ્યું છે અત્યાર સુધીમાં ફાયર એનઓસી વિનાની 924 સ્કૂલ, 250 હોસ્પિટલ અને 297 હાઈરાઈઝ કોમર્શિયલ બિલ્ડીંગને આપી હતી પણ આજે મ્યુનિ.એ મિક્સ યુઝ કોમર્શીયલ બિલ્ડીંગ અને રહેણાંક પ્રકારના હાઈરાઈઝ બિલ્ડીંગને નોટિસ આપવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત હાઇરાઇઝ કમર્શિયલ અને રેસીડન્સિયલ બિલ્ડિંગમાં 537 અને હાઈશ રેસીડેન્સિયલ માં1241 નોટિસ ફટકારી છે.
તમામ ઇમારતોના સંચાલકો કે ચેરમેનને ચોક્કસ સમય મર્યાદામાં ફાયર NOC મેળવી લેવા આદેશ કર્યો છે નહીં તો ફાયર સેફટી એક્ટ હેઠળ કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી છે