November 8, 2026
રમતગમત

WPL 2023: વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે ગુજરાતને 143 રનથી હરાવ્યું

વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 143 રનથી હરાવ્યું હતું. ગુજરાત જાયન્ટ્સ પાસે મેચ જીતવા માટે 208 રનનો ટાર્ગેટ હતો, પરંતુ બેથ મૂનીની ટીમ માત્ર 64 રન જ બનાવી શકી હતી. ગુજરાત જાયન્ટ્સના 9 ખેલાડીઓ બે આંકડાને સ્પર્શી શક્યા ન હતા. ગુજરાત જાયન્ટ્સ માટે દયાલન હેમલતાએ 23 બોલમાં 29 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સાઈકા ઈસાકે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. જ્યારે નેટ સાયવર બ્રન્ટ અને અમેલિયા કેરને 2-2 સફળતા મળી હતી.

હરમનપ્રીત કૌરની તોફાની ઇનિંગ્સ

આ પહેલા ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન બેથ મૂનીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટે 207 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધુ રન બનાવ્યા હતા. હરમનપ્રીત કૌરે 30 બોલમાં 65 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 14 ચોગ્ગા ફટકાર્યા હતા. ઓપનર હેલી મેથ્યુઝે 31 બોલમાં 47 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 4 સિક્સર ફટકારી હતી.

મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનોની ઝડપી ઈનિંગ્સ

આ સિવાય અમેલિયા કેર 24 બોલમાં 45 રન બનાવીને અણનમ પરત ફરી હતી. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. નીટ સાયવર બ્રન્ટે 18 બોલમાં 23 રન બનાવ્યા હતા. જ્યારે પૂજા વસ્ત્રાકરે 8 બોલમાં 15 રનનું યોગદાન આપ્યું હતું. ઈસાક વોંગને માત્ર 1 બોલ રમવાની તક મળી, જેના પર તેણે સિક્સર ફટકારી હતી. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ઓપનર યાસ્તિકા ભાટિયા 8 બોલમાં માત્ર 1 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી, પરંતુ તે પછી ટીમે શાનદાર બેટિંગના કારણે જંગી સ્કોર બનાવ્યો હતો.

ગુજરાત જાયન્ટ્સ તરફથી સ્નેહ રાણાએ સૌથી વધુ વિકેટ લીધી હતી. સ્નેહ રાણાએ 4 ઓવરમાં 43 રન આપીને 2 ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ સિવાય એશ્લે ગાર્ડનર, તનુજા કંવર અને જ્યોર્જિયા વેરહેમને 1-1થી સફળતા મળી હતી. અગાઉ ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન બેથ મૂનીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

Related posts

ભારતીય ચેસ પ્લેયર ડી ગુકેશ વર્લ્ડ ચેમ્પિયન બન્યો, 18 વર્ષની ઉંમરે વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ હાંસલ કર્યું

Ahmedabad Samay

GT Vs DC: દિલ્હીથી મેચ હાર્યા બાદ હાર્દિક પંડ્યા થયો બેટ્સમેનો પર ગુસ્સે, જાણો શમીની બોલિંગ વિશે શું કહ્યું

Ahmedabad Samay

શું કોહલી ખરેખર એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી 11.4 કરોડ રૂપિયા કમાય છે? પૂર્વ કેપ્ટને કહ્યું – ‘મારી કમાણીના દાવા ખોટા’

Ahmedabad Samay

ઓલમ્પિકમાં ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

Ahmedabad Samay

T20 એશિયા કપ 2025 માં ભારતે તોફાની શરૂઆત કરી છે. ભારતે UAE સામે 9 વિકેટથી વિજય મેળવ્યો.

Ahmedabad Samay

ઓલ ઈન્ડિયા ઈનડીપેડન્સ કપ ૨૦૨૩ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં રાજ્યના ખેલાડીઓનો દબદબો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો