પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય હોકી ટીમે ગુરુવારે ઈતિહાસ રચ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આ શાનદાર જીતથી વિનેશ ફોગાટના ઓલિમ્પિકમાંથી બહાર થવાના દર્દમાં થોડી રાહત મળી છે. હોકી ટીમની આ ઐતિહાસિક જીતની સોશિયલ મીડિયા પર ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં બોલિવૂડની હસ્તીઓ પણ સામેલ છે
સામંથા રૂથ પ્રભુએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા ટીમને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. દીપિકા પાદુકોણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ભારતીય પુરૂષ હોકી ટીમના મેડલ ટેબલ શેર કરીને જીત પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. હુમા કુરેશીએ પણ ઈન્સ્ટા સ્ટોરી દ્વારા ટીમની જીતની ઉજવણી કરી હતી.
રિતેશ દેશમુખે X (અગાઉ ટ્વિટર) પર લખ્યું – બ્રોન્ઝ. કેવો જબરદસ્ત વિજય! હોકી ટીમને અભિનંદન. આ અદ્ભુત છે. બીજી પોસ્ટમાં રિતેશે ગોલકીપર શ્રીજેશની પ્રશંસા કરી અને તેને લિજેન્ડ કહ્યો.
અનુપમ ખેરે લખ્યું- ચક દે ઈન્ડિયા. અભિનંદન અને શુભેચ્છાઓ.
જેકી શ્રોફે લખ્યું- અમારી મેન્સ હોકી ટીમે સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ જીત્યો છે. 1972 મ્યુનિક ગેમ્સ પછી ઓલિમ્પિકમાં અમારો પ્રથમ બેક ટુ બેક હોકી મેડલ.
અનિલ કપૂરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં હોકી ટીમના સભ્યોની તસવીર પોસ્ટ કરી અને તેમને જીત માટે અભિનંદન પાઠવ્યા અને લખ્યું- બ્લૂઝમાં અમારા છોકરાઓને બ્રોન્ઝ જીતવા પર અભિનંદન. અનિલે ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય હોકી દ્વારા જીતેલા મેડલની સંખ્યા પણ શેર કરી છે.