January 25, 2025
રમતગમત

GT Vs DC: દિલ્હીથી મેચ હાર્યા બાદ હાર્દિક પંડ્યા થયો બેટ્સમેનો પર ગુસ્સે, જાણો શમીની બોલિંગ વિશે શું કહ્યું

IPL 2023 ની 44મી મેચ ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે 2 મેના રોજ રમાઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ લો સ્કોરિંગ મેચમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 8 વિકેટે 130 રન બનાવ્યા હતા. વિજય માટે 131 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા ઉતરેલી ગુજરાતની ટીમ 6 વિકેટે 125 રન જ બનાવી શકી હતી. આ રીતે દિલ્હીએ આ મેચમાં ગુજરાતને 5 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં હાર બાદ ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા નાખુશ જોવા મળ્યો હતો. તેણે ટીમના બેટ્સમેનો પર પ્રહારો કર્યા હતા.

હાર્દિક બેટ્સમેનો પર ભડક્યો હતો

હાર્દિક પંડ્યા દિલ્હી કેપિટલ્સ સામે લો સ્કોરિંગ મેચમાં મળેલી હારને પચાવી શક્યો ન હતો. તે ટીમના બેટ્સમેનોના પ્રદર્શનથી ગુસ્સામાં દેખાતો હતો. મેચ બાદ તેણે કહ્યું, ‘મેં મેચ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહ્યો. આ મારા માટે દુ:ખદ છે. અમને આશા હતી કે મધ્યમાં કેટલીક મોટી ઓવર મળશે પરંતુ અમે લય મેળવી શક્યા નહીં. મને નથી લાગતું કે વિકેટની તેમાં કોઈ ભૂમિકા હતી. તે થોડી ધીમી હતી. અમને અહીં રમવાની આદત નથી. પરંતુ દિલ્હી કેપિટલ્સે સારી બોલિંગ કરી હતી. અમે શરૂઆતમાં વિકેટ ગુમાવી દીધી હતી તેથી જીતનો ઈરાદો જાળવી રાખવો મુશ્કેલ બની ગયો હતો.

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ વધુમાં કહ્યું કે, મને લાગે છે કે બેટ્સમેનોએ નિરાશ કર્યા છે. મને નથી લાગતું કે બોલે કંઈ ખાસ કર્યું. મોહમ્મદ શમીનું આ કૌશલ્ય છે જેના કારણે તે વધુ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. નહીં તો આ વિકેટમાં ફાસ્ટ બોલરો માટે કંઈ ખાસ નથી. શમીએ જે રીતે મેચમાં 4 વિકેટ લીધી તેનો શ્રેય તેને જાય છે. મેં કહ્યું તેમ, બેટ્સમેનોએ અને મેં શમીને નિરાશ કર્યા. કારણ કે હું પૂર્ણ કરી શક્યો નહીં. પરંતુ હું માનું છું કે હજુ વધુ મેચો રમવાની બાકી છે. અમે આ મેચમાંથી શીખ્યા છીએ અને અમે આગળ વધવા માંગીએ છીએ. અમે આ સ્થિતિમાં ઘણી મેચ જીતી છે. અમે હજુ પણ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છીએ.

Related posts

ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે અમિતાભ બચ્ચન, રજનીકાંત અને સચિન અમદાવાદના મહેમાન બનવાના છે

Ahmedabad Samay

રાજ્યના ૬ ખેલાડીઓ આગામી ઓલિમ્પીક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે

Ahmedabad Samay

IND Vs WI: ત્રિનિદાદમાં કેવો છે ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ? રોહિત શર્માના આંકડા વધારશે વિન્ડીઝની ચિંતા

Ahmedabad Samay

વિદ્યાનિકેતન સ્કૂલમાં યોજાયેલ ચેસ સ્પર્ધામાં ધ્વનિતી પ્રજાપતિ આવ્યો પ્રથમ

Ahmedabad Samay

RCB Vs LSG: અગાઉ વિવાદમાં રહી ચૂક્યો છે કોહલી સાથે ઝઘડો કરનાર અફઘાનિસ્તાનનો આ બોલર

Ahmedabad Samay

IND Vs AUS Final: ‘રન મશીન’ વિરાટ કોહલીનો ઓસ્ટ્રેલિયા સામે મોટો સિધ્ધી , ઓવલમાં વધુ એક રેકોર્ડ નોંધાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો