August 9, 2026
Other

મેઘાણીનગરમાં યુવતીના અપહરણ બની ઘટના, કલાસીસ માંથી

મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી યુવતીની અપહરણ અને તેના જીવને ખતરો હોવાની ફરિયાદ કરવામાં આવી છે,

વધુ વિગત આપતા યુવતીના પિતાએ કણાવ્યું કર તેમની પુત્રી બી.સી.એ. સુધીનો અભ્યાસ કરેલ છે અને અભ્યાસ બાદ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતી હતી. આ દરમિયાન અમારી પુત્રી યુ.પી.એસ.સી. અને જી.પી.એસ.સી.ની પરીક્ષા માટે ક્લાસ કરવા માટે જણાવેલ. જેથી અમો એ તેને ક્લાસ કરવા માટે છુટ આપેલ અને અલગ અલગ એકેડમી માંથી ફી અંગેની જાણકારી મેળવવાનું જણાવેલ. જેથી અમારી પુત્રી આશ્રમ

રોડ ખાતે આવેલ ચહુલ એકેડમી ખાતે ક્લાસ જોઇન કરવાનું જણાવેલ જેથી અમો રૂબરૂ ગયેલ અને ફી અંગેની વાતચીત કરેલ જેથી એકેડમી વાળાઓએ અમોને જણાવેલ કે, એડમીશન લેતા પહેલાં તમાર એકડમીમાં ક્લાસ એટેન્ડ કરવા હોય તો તમે ચાર દીવસ સુધી આવીને ફ્રી ડેમો લેક્ચર એટેન્ડ કરી શકો છો. જેથી અમોની પુત્રી એ સદર એકેડમીમાં ફ્રી ડેમો લેક્ચર ભરવાની તૈયારી બતાવેલ.

ત્યારબાદ તારીખ ૦૫/૦૨/૨૦૨૪ નાં રોજ પણ ફ્રી ડેમો લેક્ચર એટેન્ડ કરવા માટે બપોરનાં ત્રણ વાગ્યે રાબેતા મુજબ ઘરેથી લેપટોપ તથા લેપટોપની બેગ લઇને ગયેલ. પરંતુ સાંજે નિયમીત સમયે પરત ન ફરતાં અમો ફરિયાદીએ તેનાં મોબાઇલ નં. ૮૭૩૪૮૩૭૯૩૪ પર સંપર્ક કરવાનો ઘણો પ્રયત્ન કરેલ પરંતુ સંપર્ક થઇ શકેલ નહીં અને રાત્રે આશરે ૧૦.૩૦ વાગ્યા ની આસપાસ તેનો સંપર્ક થતાં અમોને જણાવેલ કે, મને નોકરી લાગી ગયેલ છે અને હું હાલમાં ભાવનગર ખાતે આવેલ છું જેથી તમે ચિંતા કરશો નહીં. હું ફ્રી થઇ ઘરે આવી જઇશ અને તમામ હકીકત જણાવીશ.

ત્યારબાદ અમોએ અવારનવાર સંપર્ક કરતાં અમોને જણાવેલ કે, હું કંપનીમાં છું પછી વાત કરૂં છું. જેથી અમો ફરીયાદીએ જણાવેલ કે, તું અમને તારૂં સરનામું આપ જેથી અમે તમને આવીને મળી જઇએ. જેથી અમારી પુત્રીએ જણાવેલ કે, હું કંપનીનાં કામથી બહાર જઉં છું, આવીશ પછી ફોન કરીશ. ત્યારબાદ અવારનવાર અમો ફરિયાદીએ સંપર્ક કરતાં અમારી પુત્રીએ ફોન ઉપાડેલ નહીં અને તા. ૨૦/૦૨/૨૦૨૪ નાં રોજ અમો ફરિયાદીએ સવારે ૯ વાગ્યાની આસપાસ ફોન કરતાં અમારી પુત્રીએ ગભરાયેલા અવાજમાં અમોને જણાવેલ કે, મમ્મી તું ચિંતા ન કર હું જલ્દી આવી જઇશ. તેમ કહી ફોન કાપી નાંખેલ.

જેથી અમો ફરિયાદીને પાકી શંકા થયેલ છે કે, કોઇ અજાણ્યા ઇસમ અમારી પુત્રી ને લલચાવી, ફોસલાવી જારકર્મ કરવાનાં ઇરાદે ઉઠાવી લઇ જઇ ગોંધી રાખેલ હોઇ અમારી પુત્રીને જીવનું જોખમ હોઇ તથા તેનો કોઇ અનૈતિક પ્રુવૃત્તિમાં સંડોવણી કરે કરાવે તેવી પુરેપુરી શક્યતાઓ હોઇ અમો ફરિયાદીને આ ફરિયાદ કરવાની જરૂરીયાત ઉપસ્થિત થયેલ છે

ફરિયાદના આધારે મેઘાણીનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે અને યુવતીની શોધખોળ ચાલુ કરેલ છે.

Related posts

શહેરના તમામ બાગ-બગીચાઓ આગામી આદેશ સુધી બંધ રાખવા નિર્ણય

Ahmedabad Samay

Kohira Launches it’s Lab-Grown Diamond Jewellery Showroom in Rajkot

Ahmedabad Samay

સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વોર’ નામની ફિલ્મમાં રણબીર કપૂર, આલીયા ભટ્ટ અને વિક્કી કોૈશલ દેખાશે

Ahmedabad Samay

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદ ફ્લાવર શૉ-2024′ પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો

Ahmedabad Samay

ગૃહમંત્રી શાહ : બંને કોર્ટમાં પડતર ફોજદારી કેસોના નિકાલ માટે સાંજની અદાલતો સ્‍થાપવા અને નવી સિસ્‍ટમો વિકસાવવા માટે પણ કામ ચાલી રહ્યું છે.

Ahmedabad Samay

હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષને જેહાદીઓ દ્વારા આપવામાં આવી મારીનાખવાની ધમકી,સઘન સુરક્ષા માટે કલેકટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો