ઐતિહાસિક અમદાવાદ શહેર એની કોમી એકતા અને ભાઈચારા માટે જગવિખ્યાત છે આ વિચારધારા ને વધારે મજબૂત બનાવવા મુસ્લિમ કોમના અગ્રણીઓ દ્વારા એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે જે કોમી એકતા ને વધારે મજબૂત બનાવશે ચાલુ વર્ષે ગણપતિ વિસર્જન અને મુસ્લિમ તહેવાર ઈદે મિલાદ એક જ દિવસે હોવાથી મુસ્લિમ બિરાદરો દ્વારા પોતાના ઈદે મિલાદ ઉન નબી (festival) તહેવાર નિમિત્તે નિકળનાર જુલુસ ગણપતિ વિસર્જન બાદ કાઢવાનું જે નિર્ણય લેવાય છે
તે આવકારદાયક છે અને આ સંદર્ભમાં કુરેશી હોલ, મિરઝાપુર ખાતે જુલુસમાં ભાગ લેનાર તેમજ સ્વયંસેવકોની મિટિંગમાં શાહપુર પોલીસ સ્ટેશનના પી.આઇ શ્રી અને કાંરજ પોલીસ સ્ટેશનના પી.આઈ.શ્રી ની ઉપસ્થિતિમાં ઈદે મિલાદ ઉન નબી સમિતિના અધ્યક્ષ તસ્નીમ આલમ બાવાસાબ તિરમીઝી ને માનવ અધિકાર ગ્રુપ દ્વારા અભિનંદન અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી જેમાં હિન્દુ ધર્મ ના પંડિત અશોક શાસ્ત્રી,પંડીત ઈશ્વરભાઈ જોષી, શીખ ધર્મના સરસપુર ગુરદ્વારા ના મુખ્ય જ્ઞાની હરપિતસિંહ, ગુરદિપસિંહ,પુવૅ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જ્યોર્જ ડાયસ, નિલેશભાઈ મેકવાન,અરવિંદભાઈ પટેલ તેમજ વિવિધ સમુદાયના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કમિટી દ્વારા ધર્મ ગુરુઓ ને હાર-ફૂલ કરી આદર સન્માન કરવામાં આવ્યું હતું “કોમી એકતા જીન્દાબાદ”. .”હિન્દુસ્તાન કે ચાર સિપાહી… હિન્દુ,મુસ્લિમ,શીખ,ઈસાઈ” ના ગગન ચુંબી સત્રોચ્ચાર થી વાતાવરણ મા ગરમાશ આવી હતી