August 21, 2026
મનોરંજન

પુષ્પા -2 એ રિલીઝ પહેલા રચ્યો ઇતિહાસ, ૧૦૦૦ કરોડની કરી કમાણી

સાઉથ સિનેમાનો સુપરસ્‍ટાર અલ્લુ અર્જુન તેની આગામી ફિલ્‍મ ‘‘પુષ્‍પા- ૨ : ધ રૂલ” માટે ચર્ચામાં છે. સુપરસ્‍ટારના જન્‍મદિવસના અવસર પર નિર્માતાઓએ ફિલ્‍મનું ટીઝર બધા સાથે શેર કર્યું હતું. ટીઝરમાં અલ્લુ અર્જુનની ઝલક જોયા પછી બધાને ખાતરી હતી કે આ ફિલ્‍મ બહુ હિટ થશે. જોકે, ફિલ્‍મનું પ્રમોશન હજી શરૂ થયું નથી અને પિક્‍ચરે જોરદાર બિઝનેસ કરવાનું શરૂ કરી દીધું છે. તેની રિલીઝ પહેલા જ પુષ્‍પા- ૨ કરોડો રૂપિયાની કમાણી કરી ચૂકી છે.

વર્ષ ૨૦૨૧માં આવેલી ફિલ્‍મ પુષ્‍પાઃ ધ રાઇઝે બોક્‍સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. હવે આ ફિલ્‍મનો બીજો ભાગ ‘‘પુષ્‍પા ૨ : ધ રૂલ”રિલીઝ પહેલા જ બિઝનેસ કરવા લાગ્‍યો છે. એક રિપોર્ટ અનુસાર, અલ્લુ અર્જુનની ફિલ્‍મ સિનેમાઘરોમાં રિલીઝ થાય તે પહેલા જ તેની કમાણી ૧૦૦૦ કરોડ રૂપિયાના આંકડાને સ્‍પર્શી ગઈ છે. પુષ્‍પા એક મોટી બ્રાન્‍ડ બની ગઈ છે. દર્શકો આ ફિલ્‍મના અન્‍ય ભાગોની રાહ જોઈ રહ્યા છે. એક તરફ મેકર્સ ફિલ્‍મના કામમાં વ્‍યસ્‍ત છે. બીજી તરફ, તે ફિલ્‍મના બઝને ઓછો થવા દેતો નથી.

ટ્રેક ટોલીવુડના અહેવાલ મુજબ પુષ્‍પા ૨ એ ઈતિહાસ રચી દીધો છે. આ પહેલી ભારતીય ફિલ્‍મ છે જેણે પ્રી-રિલીઝ અથવા પ્રી-બોક્‍સ ઓફિસ બિઝનેસ દરમિયાન રૂ. ૧૦૦૦ કરોડની કમાણી કરી છે. હિન્‍દી ડબ ભાષા માટે, થિયેટર અધિકારો રૂ. ૨૦૦ કરોડના છે. દક્ષિણ ભારતીય પ્રદેશોના થિયેટર રાઇટ્‍સનું મૂલ્‍ય ૨૭૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. વિદેશી બજારમાં રૂ. ૧૦૦ કરોડ કે તેથી વધુના ટર્નઓવરની અપેક્ષા છે. આ ફિલ્‍મે માત્ર થિયેટ્રિકલ રાઈટ્‍સ દ્વારા ૫૫૦ કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે.

Related posts

Nora Fatehi: બદન પે સિતારે લપેટાયેલ સ્ટાર્સ, નોરા ટ્રાન્સપર્ન્ટ ડ્રેસમાં બહાર આવી, તેની શૈલી બતાવી…

Ahmedabad Samay

પ્રીતિ ઝિન્ટા બે જોડિયા બાળકોની માતા બની

Ahmedabad Samay

સુષ્મિતા સેનની ફિલ્મ ‘તાલી’માં દીકરીએ આપ્યો અવાજ, પ્રાઉડ મૉમે કર્યો ખુલાસો

Ahmedabad Samay

ઇમરાન હાશ્મીની ‘હક’ થિયેટરમાં રિલીઝ થયા પછી આ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે, તારીખ જાહેર

Ahmedabad Samay

ઋષભ શેટ્ટીની બહુપ્રતિક્ષીત ફિલમ કાંતારા ચેપ્‍ટર-૧ દશેરાને દિવસે રિલીઝ,ફિલ્‍મે રિલીઝ થયાના પહેલા દિવસે જ ૬૫ કરોડની કમાણી કરી

Ahmedabad Samay

આ વખતે ઉર્ફી જાવેદે શરીર પર ચોટાડ્યું ફોઇલ, શરીરને ઢાંકવા માટે ફૂલોનો ઉપયોગ કર્યો, જોઈને આંખો ખુલી જશે!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો