November 21, 2026
EWS
ગુજરાત

અમદાવાદમાં EWS પરિવારો માટે મોટી રાહત: માત્ર ₹3.30 લાખમાં મળશે 1 BHK ફ્લેટ, 434 મકાનો માટે ઓનલાઈન અરજી શરૂ

અમદાવાદ: આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના પરિવારોને પોતાનું ઘર મળે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ શહેરની 18 આવાસ યોજનાઓમાં ખાલી પડેલા અંદાજે 434 જેટલા 1 BHK ફ્લેટની ફાળવણી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 20 નવેમ્બર 2026થી શરૂ થયેલી આ પ્રક્રિયા અંતર્ગત મેન્ટેનન્સ સહિત માત્ર ₹3.30 લાખમાં ફ્લેટ મેળવવાની તક ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

અમદાવાદના આ વિસ્તારોમાં મળશે આવાસ

AMC દ્વારા થલતેજ, સોલા, ગોતા, ચાંદખેડા, મકરબા, નિકોલ, ઓઢવ અને અસલાલી સહિતના વિસ્તારોમાં આવેલા આવાસોમાં ફ્લેટ ફાળવવામાં આવશે. દરેક ફ્લેટમાં અંદાજે 28 ચોરસ મીટર કાર્પેટ એરિયા અને 33થી 35 ચોરસ મીટર બિલ્ટઅપ એરિયા હશે. ફ્લેટમાં ડ્રોઈંગ રૂમ, બેડરૂમ, કિચન અને કોમન ટોઇલેટની સુવિધા ઉપલબ્ધ રહેશે.

ફ્લેટ સાથે મળશે આ સુવિધાઓ

આ આવાસ યોજનાઓમાં માત્ર મકાન જ નહીં, પરંતુ રહેવાસીઓની સુવિધા માટે વિવિધ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. દરેક બ્લોકમાં લિફ્ટ, પાર્કિંગ, ફાયર સેફ્ટી સિસ્ટમ, ગ્રીન એરિયા, બાળકો માટે ગાર્ડન, આંગણવાડી અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ માટે બહાર દુકાનોની વ્યવસ્થા રાખવામાં આવી છે.

કોણ કરી શકશે અરજી? જાણો પાત્રતાના નિયમો

આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારના પરિવારની સંયુક્ત વાર્ષિક આવક ₹3 લાખથી ઓછી હોવી જરૂરી છે. આ ઉપરાંત અરજદાર કે તેના પરિવારના નામે ભારતમાં ક્યાંય પાકું મકાન કે પ્લોટ હોવો જોઈએ નહીં. અગાઉ પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અથવા મુખ્યમંત્રી ગૃહ યોજના (MMGY) હેઠળ આવાસનો લાભ લીધો હોય તેવા પરિવારો આ યોજનામાં પાત્ર ગણાશે નહીં.

અરજી સાથે ₹7,500 ડિપોઝિટ ભરવી પડશે

ફ્લેટ મેળવવા ઇચ્છુક પાત્ર અરજદારોએ ઓનલાઈન અરજી સાથે ₹7,500ની ડિપોઝિટ જમા કરાવવાની રહેશે. ત્યારબાદ ડિપોઝિટની રકમ બાદ કરતાં બાકીની કિંમતમાંથી ઓછામાં ઓછા 20 ટકા રકમ ત્રણ મહિનાની અંદર ચૂકવવાની રહેશે. બાકીની 80 ટકા રકમ 10 હપ્તામાં ભરવાની રહેશે.

ફ્લેટ મળ્યા બાદ આ નિયમોનું પાલન કરવું પડશે

ફ્લેટનો કબજો મળ્યા બાદ છ મહિનાની અંદર તેમાં રહેવાનું શરૂ કરવું ફરજિયાત રહેશે. જો ફાળવવામાં આવેલો ફ્લેટ ભાડે આપેલો હોવાનું જાણવા મળશે તો AMC દ્વારા ફ્લેટની ફાળવણી રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

3 જાન્યુઆરી 2027 સુધી કરી શકાશે અરજી

આવાસ યોજનામાં અરજી કરવાની અંતિમ તારીખ 3 જાન્યુઆરી 2027 નક્કી કરવામાં આવી છે. લાયક નાગરિકો AMCની સત્તાવાર વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે. અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડ્રો દ્વારા લાભાર્થીઓની પસંદગી કરવામાં આવશે.

ઓછા ખર્ચે પોતાનું ઘર મેળવવા ઇચ્છતા EWS પરિવારો માટે આ યોજના મહત્વપૂર્ણ તક બની શકે છે. હવે આગામી સમયમાં યોજાનારા ડ્રો અને ફ્લેટ ફાળવણીની પ્રક્રિયા પર અરજદારોની નજર રહેશે.

Related posts

ચાંદખેડા વિસ્તારમાં આવેલ અથર્વ એજ્યુકેશન દ્વારા યોગા દિનની ઉજવણી કરવામા આવી

Ahmedabad Samay

સુરત: પગાર વધારાની માગ સાથે 500થી વધુ રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા, ઉગ્ર આંદોલનની પણ ચીમકી

admin

અમદાવાદ – જીએસઆરટીસીની બસો થઈ મોંઘી, 10 વર્ષ બાદ ટિકિટના ભાડા વધતા જાણો કેટલા રુપિયા વધુ ચૂકવવા પડશે

Ahmedabad Samay

કોંગ્રેસ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજી અંગે સભાનતાપૂર્વક કરેલ ટીકા ટીપ્પણીને વખોડતા અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

Ahmedabad Samay

રાજ્યના ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડયો, નવી ગાઇડલાઈન વાંચવાની ન ભૂલતા.

Ahmedabad Samay

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષના પ્રથમ દિવસે અમદાવાદના સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિરમાં દર્શન -પૂજન કર્યા.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો