August 26, 2026
ગુજરાત

હવામાન વિભાગની આગાહી પ્રમાણે મે મહિનામાં ગરમી રેકોર્ડ પર પહોંચી શકે છે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે મે મહિનામાં ગરમી રેકોર્ડ પર પહોંચી શકે છે. ગુજરાતમાં કાળઝાળ ગરમીએ માઝા મુકી છે.ગરમીનું તાપમાન પ્રતિ દિવસ વધી રહ્યું છે.તાપમાન ૪૦  ડિગ્રીને પાર પહોંચ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મે મહિનામાં ગરમી રેકોર્ડ પર પહોંચી શકે છે.

હવામાન વિભાગે મોટી આગાહી કરતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં મે મહિનાના ૩૧ દિવસ માંથી ૨૬ દિવસ તાપમાન ૪૧ ડિગ્રીથી વધારે રહેવાની શક્યતાઓ છે. જ્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

અમદાવાદમાં મંગળવારે ૩૦ એપ્રિલ ૨૦૨૪ના રોજ લઘુત્તમ ગરમી ૨૬ ડિગ્રી નોંધાઈ હતી જ્યારે મહત્તમ તપામાન ૪૦.૬ ડિગ્રી રહ્યું હતું. આગામી ૪ દિવસ પોરબંદર, ભાવનગર અને કચ્છમા હિટવેવની સ્થિતિ રહેશે. જોકે કાળઝાળ ગરમી વચ્ચે આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે અને ત્રણ દિવસ બાદ હજુ પણ ૨થી ૩ ડિગ્રી તાપમાનનો વધારો થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરી છે જેમાં  ભાવનગર અને પોરબંદરમાં હીટવેવની સંભાવના જોવા મળી રહી છે.

Related posts

ગુમ થયેલ છે: કુણાલ અશોક નાયક

Ahmedabad Samay

વર્ષના છેલ્લા સૂર્યગ્રહણની જીવન પર શુ થશે અસર જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષ જોશી દ્વારા

Ahmedabad Samay

આનંદ અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૯મી જરુરીયાતમંદ દીકરીના નિઃશુલ્ક લગ્ન કરવામાં આવ્યા

Ahmedabad Samay

અમદાવાદમાં પરત ફરતી વખતે ૭૨ નો RT-PCR ટેસ્ટ જરૂરી

Ahmedabad Samay

ભાજપે પ્રથમ યાદી કરી જાહેર, આજે સવારે ભાજપે ૧૮૨ બેઠકો પૈકી ૧૦૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી.

Ahmedabad Samay

જિલ્લા કક્ષા ની અંડર ૧૯ કબ્બડી માં વિજેતા અને વોલીવોલ સ્પર્ધા માં રનર અપ થઈ કઠવાડા માં આવેલી શ્રીનારાયણા હાયર સેકેંડરી સ્કૂલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો