September 27, 2026
અપરાધ

અમદાવાદમાં ફરી એકવાર હની ટ્રેપની ઘટના સામે આવી છે, કોન્ટ્રાક્ટરને યુવતીએ ટ્રેપમાં ફસાવી

અમદાવાદમાં ફરી એકવાર હની ટ્રેપની ઘટના સામે આવી છે. જેમાં કોન્ટ્રાક્ટરને યુવતીએ ટ્રેપમાં ફસાવી મળવા બોલાવ્યો હતો અને બાદમાં પોતાના સાગરીતો સાથે મળીને વેપારીને ડરાવી ધમકાવી પૈસા પડાવ્યા હતા. યુવતીના સાગરીતોએ યુવતી ડ્રગ્સ પેડલર છે તેવું કહીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. વેપારી પાસેથી 3.42 લાખ રૂપિયા મેળવી ફરાર થઈ ગયા હતા. આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

ફરિયાદી વેપારી ફેબ્રુઆરી 2025 થી ક્વેક ક્વેક નામની ડેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. એકાદ મહિનાથી હિંમતનગરની 35 વર્ષીય કવિતા પટેલ નામની યુવતી સાથે સંપર્ક થયો હતો. બંને વચ્ચે વાતચીત શરૂ થતા મોબાઈલ નંબરની આપ લે થઈ હતી અને યુવતી વેપારી સાથે સારી સારી વાતો કરી મળવા બોલાવતી હતી અને પોતાના ફોટા પણ મોકલતી હતી.

17 માર્ચ 2025 ના રોજ વેપારીને અમદાવાદ આવવાનું થતાં તેઓએ કવિતા પટેલને જાણ કરી હતી અને કવિતાએ લોકેશન મોકલી મળવા બોલાવતા વેપારી આંબલી ઇસ્કોન રોડ પર પહોંચ્યો હતો. જ્યાં કવિતા પટેલ પહેલાથી હાજર હતી અને તેણે વેપારીની ગાડીમાં બેસીને આગળ જવા કહ્યું હતું. થોડા આગળ જતા કવિતા પટેલે વેપારીને હોટલમાં જવાનું કહેતા બંને જણા વકીલ સાહેબ બ્રિજની બાજુમાં આવેલી નોવા ઓપન હોટલ ખાતે ગયા હતા. હોટલમાં પહોંચતા કાઉન્ટર પર કવિતા પટેલનું આઈકાર્ડ માંગવામાં આવતા તેણે પોતાનું આઈકાર્ડ ન આપતા વેપારી અને કવિતા પટેલ હોટલથી નીચે ઉતરી ગયા હતા.

જે બાદ તેઓ નજીકમાં આવેલ જગ્યામાં વાતો કરતા હતા, ત્યારે બે માણસો અને એક સ્ત્રી તેઓની પાસે આવ્યા હતા અને પોતાની ઓળખાણ એટીએસના પોલીસકર્મીની આપી હતી. જે બાદ તે શખ્સોએ પહેલા કવિતા પટેલનું પર્સ ચેક કરી કવિતા ડ્રગ્સ પેડલર છે તેવું કહીને પોતાની ગાડીમાં બેસાડી હતી. જે ગાડીમાં પહેલાથી જ અન્ય એક સ્ત્રી બેઠી હતી.

જે બાદ એક આરોપીએ વેપારીને ધમકાવ્યો હતો અને વેપારી તેમજ કવિતા પટેલ ડ્રગ્સનો વેચાણ કરે છે અને ડ્રગ્સનો ગુનો દાખલ થશે તેવી વાત કરી માર માર્યો હતો. જે બાદ ગુનામાંથી બચવું હોય તો પૈસા આપવા પડશે તેવી વાત કરી હતી. વેપારી ડરી જતા આરોપીઓએ વેપારી યુવતી સાથે હોટલમાં શું કરતો હતો, શા માટે ગયા હતા એવા સવાલો કરી તારા પરિવારના સભ્યોને આ અંગે જાણ કરી બદનામ કરી દઈશું તેવી ધમકી આપી પૈસાની માંગણી કરી હતી. બાદમાં આરોપીઓએ વેપારીનો મોબાઇલ ફોન પણ પડાવી લીધો હતો.

આરોપીઓએ વેપારીના ફોનમાં ગુગલ પેમાં બેલેન્સ ચેક કર્યું હતું અને તેઓના પાકીટમાંથી બેંકનું ક્રેડિટ કાર્ડ બળજબરીથી કાઢી લઈ ડરાવી ધમકાવી તેનો પાસવર્ડ મેળવી પેટ્રોલ પંપ ખાતે લઈ જઈ કાર્ડ સ્વાઇપ કરી 20,000 રોકડા લઈ લીધા હતા. જે બાદ વેપારીનું ક્રેડિટ કાર્ડ ગુગલ પેમાં એડ હોવાથી અન્ય સીએનજી સ્ટેશન પર લઈ ગયા હતા અને ત્યાંથી અન્ય 40,800 લઈ લીધા હતા.

જે બાદ વેપારીને ડરાવી ધમકાવીને ટુકડે ટુકડે 3.42 લાખ રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરાવ્યા હતા અને વેપારીને ગાડીમાં ફેરવી કિસ્મત કાઠીયાવાડી હોટલ પરત લઈ જઈ વેપારીના ફોનમાંથી ડેટા ડીલીટ કરી ઉતારીને ફરાર થઈ ગયા હતા. જોકે વેપારી ડરી જતા તે પોતાના વતન પર જતા રહ્યા હતા અને બાદમાં આ સમગ્ર મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી યુવતી સહિતના 4 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

Related posts

શાહીબાગ પોલીસ કમિશનર કચેરી પાછળ જ ધમ ધમે છે જુગરધામ, સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી

Ahmedabad Samay

નિકોલના હોન્ડા શોરૂમના 3 કર્મચારીઓ એ જ ગોડાઉનમાંથી 29 એક્ટિવા અને 2 બાઈક ચોરી કરી

Ahmedabad Samay

SP સંજય ખરાતે ખાખીને દાગ લગાડનાર ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા,સમગ્ર કેસની તપાસ DYSPને સોંપી

Ahmedabad Samay

પત્ની વિરુદ્ધ ૧૦ અરજી કર્યા બાદ પોલીસે પતિની ફરીયાદ લીધી

Ahmedabad Samay

રાજકોટમાં બની ચોંકાવનાર ઘટના: જી. આઇ. ડી. સી. માંથી અજાણી મહિલાની લાશ મળી આવી

Ahmedabad Samay

મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાના છ માસથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો