રાજકોટ હાદસો કા શહેર બની ગયું છે. રોજબરોજ ક્રાઈમની ઘટનામાં વધારો થતો જાય રહ્યો છે. કાયદા વ્યવસ્થા તો જાણે ખડે ગઈ છે. અને ગુનેગારોને પણ પોલીસનો ડર જાણે લાગતો જ નથી અને ખુલ્લું મેદાન મળી ગયું હોય તેમ ગુનાહ આચરે છે. રાજકોટમાંથી આજે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં શેરમાંથી એક અજાણી મહિલાની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઇ છે. મળતી માહિતી અનુસાર રાજકોટના શાપર વેરાવળ પડવલા જી. આઇ. ડી. સી. પાસે એક અજાણી મહિલાની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી છે જેથી લોકોમાં ભયનો મહોલ ફેલાયો છે અને ભરે ચકચાર મચી જવા પામી છે. અજાણી મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પોલીસ સ્ટાફ સાથે જ ડી.વાઈ.એસ.પી., એસ.પી., મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ લાશ કોની છે, મહીલા કોણ છે?, તેનું મૃત્યુ થયું કે પછી આત્મહત્યા કરી કે ખૂન થયું સહિતના સવાલોનો જવાબ મેળવવા પોલિસ ટીમ તથા અઘિકારીઓએ પૂછપરછ શરૂ કરી છે. પોલીસે પોતાની કાર્યવાહી આગળ ધપાવી છે.