તડીપાર અને પેરોલ/ફર્લો જંપ કરેલ ઈસમોને શોધી કાઢવા સર્વેલન્સ સ્કોર્ડના પો. સબ ઈન્સ. એ. ડી. ભટ્ટ પો. સબ, પો. કો. અગરસિંહ દોલુભા, પો. કો. યશપાલસિંહ લાખુભા અને પો. કો. વિવેક નટવરલાલ સર્વેલન્સ સ્કોર્ડની ટીમના માણસો સુચના આપેલ અને સર્વેલન્સ સ્કોર્ડના પો. સબ ઈન્સ. અને માણસોના માર્ગદર્શન હેઠળ આજ રોજ ખાનંગી વાહનમા પોલીસ પેટ્રોલિગમાં હતા અને સર્વેલન્સ સ્કોર્ડના માણસોએ સચોટ બાતમી હકીકત મેળવી હતી.
ઓઢવ સોનીની ચાલી સામે જયરાજ કોમ્લેક્ષ આગળથી મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાના છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી લઈ કાયદેસરની કાર્યવાહી મેઘાણીનગર પોલીસ સ્ટેશન સોપી સારી કામગીરી કરવામાં આવી છે.