September 6, 2026
ગુજરાત

મેટ્રો કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલી જિલ્લા રજીસ્ટ્રાર બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

અમદાવાદ શહેરના મેટ્રો કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલી જિલ્લા રજીસ્ટ્રાર અને ખાસ લગ્ન નોંધણી કચેરી ખાતે હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્ન મુદ્દે ભારે હોબાળો મચ્યો હતો.

કઠવાડાના અપરિણીત યુવક અને ગાંધીનગરના કારોલીની અપરિણીત યુવતી લગ્ન નોંધણી માટે કચેરીએ પહોંચતા હિન્દુ સંસ્થાના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. યુવતીને વકીલના કપડા પહેરાવીને કોર્ટમાં લવાઈ હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. કાર્યકરોએ આ લગ્નને ‘લવ જેહાદ’ ગણાવી નોંધણી પ્રક્રિયા સામે વિરોધ કર્યો અને મેરેજ રજીસ્ટ્રાર મુસ્લિમ હોવાને કારણે પક્ષપાતી વલણ અપનાવ્યાનો આક્ષેપ કર્યો હતો.

લગ્ન નોંધણીનો સમય સવારે 11 વાગ્યાનો હોવા છતાં યુવક-યુવતીને 9:30 વાગ્યે લવાયા હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. રજીસ્ટ્રારની બદલીની માંગ સાથે હાલ કચેરી બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

Related posts

સ્માર્ટમીટર વિશેની તમામ માહિતી, જાણો કેમ આવે છે વધુ બિલ

Ahmedabad Samay

AMCમાં 5 વર્ષમાં 22 મહિલાઓએ સત્તાવાર પોતાની મરજીથી સિંગલ મધર બની કરાવી નોંધણી

Ahmedabad Samay

અમદાવાદના ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી જતાં હોટલ હિલ્લોક પાસે આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો

Ahmedabad Samay

સુરત SOG એ અમરોલી વિસ્તારમાંથી દિવાળી પર “ઘી”નુ વેચાણ થાય તે પહેલા ૯,૦૦૦ કિલોગ્રામથી વધુની મત્તાના ડુપ્લીકેટ “ઘી”ની ત્રણ ફેક્ટરી ઝડપી પાડી

Ahmedabad Samay

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેકટ માટે પાટનગરનાં એક હજારથી વધુ વૃક્ષો કપાશે

Ahmedabad Samay

મહાશિવરાત્રી’ નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્‍તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા ફરમાન જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો