આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા કોરોના મામલે ચર્ચા કરશે.
વડાપ્રધાન મોદી દ્વારા જરૂરી સલાહ સૂચન આપવામાં આવે તેવી પણ શક્યતા છે. કોરોના મામલે પાંચમી વાર મોદી રાજ્યોના મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફ્રન્સથી બેઠક કરશે. અગાઉ ચાર વાર તેઓએ બેઠક કરીને જુદા જુદા રાજ્યોની સ્થિતિ અંગે સમીક્ષા કરી છે અને જરૂરી સૂચનો આપી હતી . આ બેઠકમાં લોકડાઉન મામલે પણ ચર્ચા પણ કરવામાં આવશે અને લોકડાઉન અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.