September 8, 2024
ગુજરાત

અમદાવાદ સોલા પોલીસે હથિયારો રેકેટે ઝડપી પાડ્યું, બેની કરી અટકાયત

અમદાવાદમાં સોલા પોલીસે હથિયારો વેચવાના મામલે બેની અટકાયત કરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. તેમની પાસેથી રીવોલ્વર, કારતુસ મળી આવ્યા છે. આશંકાના આધારે પોલીસે તપાસ કરતા આ મામલે બેની અટકાયત કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જમ્મુનો એક નિવૃત જવાન તેમાં સામેલ છે જે હથિયારો વેચતો હતો. પકડયેલા આરાપીમાંથી એક વ્યક્તિ અસામ રાઈફલમાં હતો. બન્ને સાથે કામ કરતા હતા.
બે વ્યક્તિ પોલીસની રડારમાં આવતા તેમની અટકાયત કરવામાં આવી છે.

સૌથી અગત્યની વાત તો એ છે કે, એક આરોપી જમ્મુનો નિવૃત જવાન છે. એક આસામ રાઈફલનો તેનો મિત્ર હતો અને સાથે જ ફરજ બજાવતા હતા. તેવી વિગતો આ મામલે પ્રાપ્ત થઈ રહી છે. તેમની પાસેથી એક રીવોલ્વર, 12 જેટલા કારતુસ અને ચાર ફૂટેલા કારતુસ કબજે કરવામાં આવ્યા છે.

સોલા પોલીસ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી અને ગેરકાયદેસર હથિયારનો ધંધો કરવા મામલે  કેટલીક વિગતો સામે આવી હતી. માહિતીના આધારે મોનીટરીંગ ગોઠવવામાં આવ્યું હતું.  જે દરમિયાન એક શંકાસ્પદ વાહન જોવા મળતાં કારને સીઝ કરીને અટકાવી તપાસ કરતા રિવોલ્વર હથિયાર અને કારતુસ મળી આવ્યા હતા.

Related posts

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ વિના રસી મળશે એમા કોઈ તથ્ય નહિ: જ્યંતી રવી (આરોગ્ય અગ્ર સચિવ)

Ahmedabad Samay

ચોટીલા રોપ વે મામલે ગુજરાત હાઈકોર્ટમાં થઈ મહત્વની સુનાવણી, રોપ-વે બનાવવાનો માર્ગ બન્યો મોકળો

Ahmedabad Samay

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકુફ રખાયું

Ahmedabad Samay

૨૫ મેં એ થશે ધોરણ.૧૦ નું પરિણામ જાહેર,Whatsapp ના માધ્યમથી જાણી શકાશે પરિણામ

Ahmedabad Samay

અમદાવાદ: PM મોદીને પસંદ કરો કે ન કરો પરંતુ…. ગુજરાત હાઈકોર્ટે કરી મોટી ટિપ્પણી અને જામીન અરજી ફગાવી

Ahmedabad Samay

ચંદ્રમોહન ગંગાધર શર્મા ને કેડીલા ફાર્મા કંપની દ્વારા સન્માનિત કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો