October 14, 2026
ગુજરાતતાજા સમાચારમનોરંજન

‘ધુરંધર’ એ શાનદાર વર્ચસ્‍વ દર્શાવ્‍યું છે. કુલ ૧૪ એવોર્ડ જીતીને, ફિલ્‍મે આ વર્ષની સૌથી મોટી સફળતા પ્રાપ્ત કરી

ધુરંધર’ દ્વારા સર્જાયેલી એક્‍ઝાઈમેન્‍ટ ફક્‍ત મૂવી થિયેટરોમાં જ નહીં પરંતુ એવોર્ડ શોમાં પણ સ્‍પષ્ટ દેખાય છે. તાજેતરમાં જ,’ધુરંધર’એ સ્‍ક્રીન એવોર્ડ્‍સ ૨૦૨૬ માં ધૂમ મચાવી હતી. અક્ષય ખન્ના, આદિત્‍ય ધર અને અક્ષય ખન્ના – ત્રણેયે સફળતા હાંસલ કરી છે. રવિવારે મુંબઈમાં આયોજિત સ્‍ક્રીન એવોર્ડ્‍સ ૨૦૨૬ માં સિનેમાનો ભવ્‍ય જલસો જોવા મળ્‍યો હતો.

આ ખાસ પ્રસંગે, આદિત્‍ય ધરની જાસૂસી થ્રિલર, ‘ધુરંધર’ એ શાનદાર વર્ચસ્‍વ દર્શાવ્‍યું છે. કુલ ૧૪ એવોર્ડ જીતીને, ફિલ્‍મે આ વર્ષની સૌથી મોટી સફળતા પ્રાપ્ત કરી છે.  ફિલ્‍મે વિવિધ શ્રેણીઓમાં અનેક પુરસ્‍કારો મેળવ્‍યા છે. તેની શાનદાર સફળતા એટલી હતી કે તેને લગભગ દરેક શ્રેણીમાં નામાંકન મળ્‍યા અને સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ પર સિક્કો મારી દીધો. આ ફિલ્‍મે ટૂંક જ સમયમાં ૧૦૦૦ કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્‍મને લઈને ફેન્‍સ હવે અનેક પ્રકારના સર્ચ કરી રહ્યા છે. ખાસ કરીને લૈયારી ટાઉનને લઈને ફેન્‍સમાં એક અનોખું એક્‍ઝાઈટમેન્‍ટ છે.

કેટેગરી અને એવોર્ડ

શ્રેષ્ઠ ફિલ્‍મઃ હોમબાઉન્‍ડ

શ્રેષ્ઠ દિગ્‍દર્શકઃ આદિત્‍ય ધર (ધુરંધર)

શ્રેષ્ઠ અભિનેતા (પુરુષ): રણવીર સિંહ (ધુરંધર)

શ્રેષ્ઠ અભિનેત્રી (સ્‍ત્રી): યામી ગૌતમ (હક)

શ્રેષ્ઠ સહાયક અભિનેતા (પુરુષ): અક્ષય ખન્ના (ધુરંધર)

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી (સ્‍ત્રી): શાલિની વત્‍સ (હોમબાઉન્‍ડ)

શ્રેષ્ઠ ફિલ્‍મ લેખન (સ્‍ટોરી અને સ્‍ક્રીનપ્‍લે): હોમબાઉન્‍ડ (બશારત પીર, નીરજ ઘાયવાન, સુમિત રોય)

જેંડર સેંસેટિવ બેસ્‍ટ ફિલ્‍મઃ હક

ધુરંધરે ડંકો વગાડી દીધો

શ્રેષ્ઠ એક્‍શન – ધુરંધર

બેસ્‍ટ બેકગ્રાઉન્‍ડ સ્‍કોર – શાશ્વત સચદેવ (ધુરંધર)

શ્રેષ્ઠ કોરિયોગ્રાફી – વિજય ગાંગુલી (ધુરંધરમાં શરારત માટે)

શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી – વિકાસ નોવલાખા (ધુરંધર)

શ્રેષ્ઠ કોસ્‍ચ્‍યુમ ડિઝાઇન – શીતલ ઇકબાલ શર્મા (છાવા) અને સ્‍મૃતિ ચૌહાણ (ધુરંધર)

બેસ્‍ટ ડાયલોગ્‍સ – આદિત્‍ય ધર (ધુરંધર)

બેસ્‍ટ એડિટિગ – શિવકુમાર વી. પનીકર (ધુરંધર)

શ્રેષ્ઠ હેરસ્‍ટાઈલીંગ અને મેકઅપ – પ્રીતિશીલ સિહ ડિસોઝા (ધુરંધર)

બેસ્‍ટ પ્રોડક્‍શન ડિઝાઇન – સૈની એસ. જોહરે (ધુરંધર)

શ્રેષ્ઠ સાઉન્‍ડ ડિઝાઇન – વિશ્વદીપ ચેટર્જી (ધુરંધર)

શ્રેષ્ઠ સ્‍પેશિયલ ઇફેક્‍ટ્‍સ (સ્‍જ્‍હ્‍) – ધુરંધર

મ્‍યુઝિક એવોર્ડ

બેસ્‍ટ સોંગઃ સૈયારા – શીર્ષક ટ્રેક (તનિષ્‍ક બાગચી, ફહીમ અબ્‍દુલ્‍લા, અરસલાન નિઝામી)

શ્રેષ્ઠ ગીતકારઃ ગુલઝાર – ઉલ જલૂલ ઈશ્‍ક (ગુસ્‍તાખ ઈશ્‍ક)

શ્રેષ્ઠ પ્‍લેબેક સિગર (પુરુષ): ફહીમ અબ્‍દુલ્‍લા – સૈયારા ટાઇટલ ટ્રેક

બેસ્‍ટ પ્‍લેબેક સિગર (સ્‍ત્રી): શ્રેયા ઘોષાલ – સૈયારા ટાઇટલ ટ્રેક

Related posts

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા વ્યાસપીઠ શાસ્ત્રીજી ના આશીર્વાદ લીધા અને ભાગવત કથાનું શ્રવણ કર્યું

Ahmedabad Samay

ચાલુ ફરજ માં કોરોના કારણે અવસાન થતા ગુજરાત સરકાર દ્વારા ૨૫ લાખ અપાય

Ahmedabad Samay

એન.સી.પી. પુરજોશમાં, એન.સી.પી.ના ચોથા કાર્યલયનો કુબેરનગરમાં ઉદ્ધાટન

Ahmedabad Samay

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ગયેલ IIM ના વિદ્યાર્થીને કોરોના થતા સુપર સ્પ્રેડર બન્યા

Ahmedabad Samay

રાજ્ય સરકાર દ્વારા દિવાળી વેકેશન જાહેર કરાયુ

Ahmedabad Samay

છારાનગરની ફ્રી કોલોનીમાં તસ્કરોએ માત્ર લૂંટના ઈરાદે 60 વર્ષીય વૃદ્ધાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો