ગ્રાફિક,એનિમેશન ,VFX, ગેમિંગ શિક્ષણ ક્ષેત્રમાં દુનિયાભરમાં અગ્રણી અને બાહુબલી એવા “એરેના એનિમેશન” અમદાવાદ (ન્યૂ રાણીપ, વસ્ત્રાપુર, મણિનગર) દ્વારા પોતાના સ્ટુડન્ટ્સ માટે વર્ક કોમ્પિટિશન અને પ્રેઝેન્ટેશન “ક્રિએટિવ હન્ટ” શોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના કૌશલ્યને બિરદાવવા માટે યોજાયેલ આ ઇવેન્ટમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આજકાલ ખૂબ જ ચર્ચામાં રહેલ ઇન્ડસ્ટ્રી એટલે એનિમેશન, વીએફએક્સ, ગ્રાફિક ડિઝાઇન અને કોમિક્સ (AVGC). હાલ સરકારે કહ્યું છે કે AVGC સેક્ટર આગામી 10 વર્ષમાં 20 લાખથી પણ વધુ લોકોને રોજગારી પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી દાયકામાં આ ક્ષેત્ર 16 થી 17% વૃદ્ધિ દર સાક્ષી બનશે. ભારતમાં એનિમેશન, ગ્રાફિક્સ,વીએફએક્સ, કોમિક ઉદ્યોગને સોળે કળાએ ખીલવવામાં એરેના એનિમેશનનો (ન્યૂ રાણીપ, વસ્ત્રાપુર, મણિનગર) ફાળો ખૂબ જ મહત્વનો રહ્યો છે. જેઓ છેલ્લાં બે દાયકાથી ગ્રાફિક,એનિમેશન ,VFX, ગેમિંગ ઇન્ડસ્ટ્રી માં વિદ્યાર્થી ઓ ને ઉચ્ચ કક્ષા નું ભણતર આપી રહ્યાં છે અને આ ઇન્ડસ્ટ્રી ને ખુબ મોટું યોગદાન આપેલ છે એરેના એનિમેશન દર વર્ષની જેમ આ વર્ષે પણ લઈને આવ્યું છે “ક્રિએટિવ હન્ટ 2023”, જેમાં દરેક સ્ટુડન્ટ્સ એ તેમનું વર્ક પ્રેઝન્ટ કર્યું હતું અને તેમની ક્રિએટિવિટીનું પ્રદર્શન કર્યું હતું.
12 અને 13 ઓગસ્ટ એ રાખેલ આ કોમ્પિટિશનમાં 200થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમના ગ્રાફિક,એનિમેશન ,VFX, ગેમિંગ ભણતર દરમિયાન બનાવેલ વર્કને તેમના વાલીઓ, મિત્રો અને ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સ તેમજ આ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું ભવિષ્ય બનાવવા ઈચ્છુક લોકો માટે વર્ક ડિસ્પ્લે કરવામાં આવ્યું હતું. દરેક વિઝીટર દ્વારા સ્ટુડન્ટ્સના વર્કને વોટ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત એક્સપર્ટ્સ દ્વારા કેટલાક ક્રિએટિવ વિધાર્થીઓને જોબ પ્લેસમેન્ટ પણ આપવામાં આવ્યું હતું. સેન્ટરના ડિરેક્ટર અનીશ શાહ હંમેશાથી ગુણવત્તાસભર શિક્ષણમાં માને છે અને હંમેશા વિદ્યાર્થીઓને સર્વશ્રેષ્ઠ શિક્ષા આપવા માટે કાયમ સમયાંતરે હાર્ડવેર- સોફ્ટવેરનું આધુનિકરણ કરે છે. ઉપરાંત તેઓ વિદ્યાથીઓનું ભણતર સાથે ગણતર થાય તેનું પણ ધ્યાન રાખે છે જેના ભાગ રૂપે અવારનવાર વર્કશોપ સેમિનાર , ઇન્ડસ્ટ્રી ની મુલાકાત , એક્સપાર્ટ લેક્ચર નું આયોજન કરે છે જે થી ભણતર ની સાથે સાથેજ ઇન્ડસ્ટ્રી નું પૂરતું નોલેજ મળે છે અને નોકરી કરવા ઇછુંક વિદ્યાર્થી માટે જોબ ફેર નું પણ આયોજન કરે છે.
એરેના એનિમેશનમાં ગ્રાફિક,એનિમેશન ,VFX, ગેમિંગ માટે પ્રોફેશનલ કોર્સીસ , કરિયર કોર્સ તેમજ વિદ્યાર્થીઓને કારકિર્દીની વિપુલ તકો આપતાં ટૂંકા ગાળાના કોર્ષો જેવા તમામ પ્રકારના કોર્સની વિસ્તૃત શ્રેણી ઉપલબ્ધ છે , આં દરેક કૉર્સ માટે કોઈ વય કે ભણતર ની મર્યાદા નથી દરેક લોકો કરી સકે છે કેરિયર બનાવવા ઇછુક લોકો માટે આ ખુબજ સુવર્ણ તક છે જે ઓ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આપવામાં આવતા ભણતર અને વિદ્યાર્થી દ્વારા બનાવવા માં આવતા પ્રોજેક્ટ નું લાઈવ વર્ક જોઈ સાચું ડીસીસન લે વા માં ખૂબ જ સારૂ પડશે એનિમેશન એ વિઝ્યુઅલ માધ્યમ છે. ન્યુઝ ચેનલ હોય પ્રોડક્ટ જાહેરાત હોલિવૂડની ઉચ્ચ દરજ્જાની ફિલ્મો સૌને પોતાની તરફ આકર્ષિત કરે છે. પરંતુ તેને લોકો સુધી મનોરંજન અને આકર્ષક રૂપમાં પ્રસ્તુત કરવામાં સૌથી વધુ મેહનત અને રચનાત્મક શક્તિની જરૂર પડે છે. જેવી કે અવતાર, બ્રહ્માસ્ત્ર, આરઆરઆર, બાહુબલી, માર્વેલ મુવીઝ આ બધી ફિલ્મ એ એનિમેશન અને વીએફએક્સ નું ઉત્તમ ઉદાહરણ છે. આ ક્ષેત્ર માં સેલેરી પેકેજ પણ સારા મળે છે તેમજ દેશ વિદેશમાં પણ ખુબ સારી તકો મળી રહે છે.