September 21, 2026
ગુજરાતઅપરાધ

ધર્માંતરણ અને હવાલા કાંડમાં બે આરોપીની પૂછપરછ વડોદરાનામાં સલાઉદ્દીન શેખનું જમ્મુ કાશ્મીર કનેક્શન ખુલ્યું

ધર્માંતરણ અને હવાલા કાંડમાં બે આરોપીની પૂછપરછ વડોદરાનામાં સલાઉદ્દીન શેખનું જમ્મુ કાશ્મીર કનેક્શન ખુલ્યું છે. જેમાં હાલ પણ બંને આરોપીઓની પૂછપરછ ચાલુ છે. જેમાં વડોદરાનો સલાઉદ્દીન ડૉ.ઝાકીર નાયકનેમુંબઇના સાયણમાં મળ્યો હોવાની કબુલાત કરી છે. સલાઉદ્દીન શેખે ઝાકીર નાયકની પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.

સલાઉદ્દીન શેખે જમ્મુ કાશ્મીરના શબ્બીરને 5 થી 7 લાખ જેટલી રકમ મોકલી હોવાની કબૂલાત પણ કરી હતી. તેણે આ રકમ અબ્દુલ્લા ફેફડાંવાળાના કહેવાથી મોકલી હોવાની કબૂલાત કરી છે.

આ ઉપરાંત આ કેસના બીજા આરોપી મૌલાના ગૌતમ ઉમરે વધુ એક ઘટસ્ફોટ કર્યો છે. તેણે કબૂલ્યું છે કે 1995 થી ડો ઝાકીર નાયકના સંપર્કમાં આવ્યો હતો. તેમજ મર્કઝૂલ મહારફના ચેરમેન મૌલાના બદરુદ્દીન અજમલ થકી ગૌતમ ઉંમર ઝાકીર નાયકના સંપર્કમાં આવ્યો
હતો. ઝાકીર નાયક અને ગૌતમ ઉંમર આસામની મુલાકાત લઈ ચુક્યા છે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસની તપાસ દરમિયાન ધર્માંતરણ અને વિદેશથી આવતા ફન્ડ અંગે અનેક મહત્વની વિગતો બંને પાસેથી કઢાવવામાં સફળતા મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મૌલાના ગૌતમ ઉમર પ્રથમ દિવસે તપાસમાં સહયોગ આપી રહ્યો નહોતો. પરંતુ બીજા દિવસે એસઆઇટીના અધિકારીઓએ કેટલાક મજબૂત પુરાવા અને કેટલીક એવી વ્યક્તિઓના નામો તેની સામે મૂકી દેતા હવે મૌલાના ગૌતમ ઉમર કબૂલાત કરવા લાગ્યો છે.

વડોદરા એસ.ઓ.જી અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની બનેલી એસઆઈટીના અધિકારીઓ દ્વારા મૌલાના ગૌતમ ઉમર અને સબાઉદ્દીન શેખની અલગ-અલગ બાબતે પૂછપરછ કરવા ઉપરાંત ઉલટ તપાસ કરવામાં આવી રહી છે. અને આગામી દિવસોમાં ધર્માંતરણ પ્રકરણ તથા વિદેશથી આવતા કરોડો રૂપિયાના કૌભાંડ મામલે હજુ વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ.

Related posts

ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટતા ભારે તબાહી

Ahmedabad Samay

અમદાવાદ: ચાંદખેડામાં હૈયું કંપાવે તેવી ઘટના, 10માં માળેથી નવજાત બાળકને નીચે ફેંકી કરાઈ હત્યા!

Ahmedabad Samay

ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વેકસીનેશન સેન્ટર સુધી પહોંચાડવા “રસીકરણ સેવા રથ” થકી વેકસીનેશન શરૂ કરાયુ

Ahmedabad Samay

અમદાવાદના નિકોલ વિસ્તારમાં સર્વે કરવા ગયેલા કર્મચારી પર હૂમલો

Ahmedabad Samay

યોગ દિવસ નિમિત્તે “ડિવાઇન મધર” દ્વારા ગર્ભવતી મહિલાઓ માટે યોગ નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 દુર્ઘટનાના કારણોની નિષ્પક્ષ તેમજ ઉચ્ચસ્તરીય તપાસ કરવાની જોરદાર માંગ ઉઠાવી છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો