September 6, 2026
ગુજરાતરાજકારણ

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડની કુલ બેઠકો પર અત્યારે 652 ઉમેદવારો  ચૂંટણી મેદાનમાં

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડની કુલ બેઠકો પર અત્યારે 652 ઉમેદવારો  ચૂંટણી મેદાનમાં છે. આ વખતે ચૂંટણીમાં રસાકસી માત્ર રાજકીય પક્ષો વચ્ચે જ નથી, પરંતુ ઉમેદવારોની પ્રોફાઇલને લઈને પણ ભારે ચર્ચા જાગી છે. ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં એવી વિગતો બહાર આવી છે કે જે લોકશાહીના વિવિધ રંગો રજૂ કરે છે. એક તરફ કરોડોની સંપત્તિ અને લક્ઝરી કાર ધરાવતા ધનિકો છે, બીજી તરફ સામાન્ય રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા ગરીબ ઉમેદવારો પણ મેદાનમાં ઉતર્યા છે.

આ વખતની ચૂંટણીમાં શૈક્ષણિક લાયકાતની દ્રષ્ટિએ મોટું વૈવિધ્ય જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે રાજકારણમાં શિક્ષણનું મહત્વ ઓછું મનાય છે, પરંતુ અમદાવાદમાં ચિત્ર અલગ છે. ગોતા વોર્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૌમિક પાઠક દેશની પ્રતિષ્ઠિત સંસ્થા IIM માંથી MBA થયેલા છે. તેવી જ રીતે, ખોખરા ભાજપના ડૉ. જયમીન દવે અને નિકોલ  કોંગ્રેસના ભાવિક સોલંકી પીએચડી થયેલા ઉચ્ચ શિક્ષિત ઉમેદવારો છે. આ ઉપરાંત ડોક્ટરો અને એન્જિનિયરોની પણ મોટી સંખ્યા છે. પાલડી ભાજપના જૈનિક વકીલ વ્યવસાયે સીએ છે, જ્યારે વાસણા કોંગ્રેસના રાજેન્દ્ર પાંડોર માસ્ટર ઓફ એન્જિનિયરિંગ  થયેલા છે. જોકે, બીજી તરફ શૈક્ષણિક પછાતપણું પણ જોવા મળે છે. વટવામાં ભાજપના ઉમેદવાર નિર્મલા પાંડે નિરક્ષર છે, તો નવા વાડજમાં કોંગ્રેસના ઉમેદવાર રમીલા ડાભી માત્ર ધોરણ-1 પાસ છે.

સંપત્તિની વાત કરીએ તો ટોચના 10 ધનિક ઉમેદવારોમાં 9 ઉમેદવારો ભાજપના છે. થલતેજ વોર્ડના ભાજપના ઉમેદવાર હિતેશ બારોટ 109 કરોડની સંપત્તિ સાથે સૌથી ધનિક ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા છે. અમરાઈવાડીના ભાજપના ઉમેદવાર તેજેન્દ્ર ચૌહાણ પાસે રેન્જરોવર, જેગુઆરઅને ઈનોવા હાઈક્રોસ જેવી મોંઘીદાટ ગાડીઓ છે. પાલડીના જૈનિક વકીલ પાસે પણ મર્સિડીઝ અને BMW જેવી વૈભવી કારો છે. મક્તમપુરાના કોંગ્રેસના શાકીરહુસૈન શેખ પણ 21.60 કરોડની સંપત્તિ ધરાવે છે.

એક તરફ કરોડોના માલિકો છે, તો બીજી તરફ અસારવા વોર્ડમાં ભાજપના ઉમેદવાર દશરથ પટણી આજે પણ રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. ઘાટલોડિયાના ભાજપના ઉમેદવાર જાગૃતિ પંડ્યાના બેંક ખાતામાં માત્ર 29 રૂપિયા છે, જોકે તેમની પાસે સોનું અને ચાંદી છે. રસપ્રદ વાત એ છે કે, કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણ પાસે પોતાની માલિકીનું ઘર કે ગાડી નથી, માત્ર રોકડ અને બેંક બેલેન્સ છે.

Related posts

અમદાવાદમાં ઓરીના પ્રકોપ વધ્‍યો. જે બાળકમાં ઓરીના લક્ષણો જણાય તેઓને શાળાએ ના મોકલવા વાલીઓને અપીલ

Ahmedabad Samay

રાજપૂત સમાજ ની દીકરીબાઓ એ તલવારરાસ મા ફસ્ટ રેન્ક મેળવ્યો

Ahmedabad Samay

ભાષાવાદનો વિવાદ મહારાષ્ટ્ર થી અમદાવાદના નરોડા અને મેઘાણીનગર પહોંચ્યો.

Ahmedabad Samay

લોકડાઉન ૩.૦ ૪ મેં થી લાગુ, ૩.૦માં ઝોન વાઇઝ છુટ અપાશે.

Ahmedabad Samay

ચૂંટણી ટાણે રામોલ પોલીસે રૂ. ૧.૩૪ કરોડની રોકડ રકમ સાથે યુવકની ધરપકડ કરી

Ahmedabad Samay

૧૫ થી ૧૬ જુલાઈ વચ્ચે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.   વરસાદી સિસ્ટમ સક્રિય થતા ૧૭ થી ૨૫ જૂલાઈ ભારે વરસાદ રહેશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો