August 7, 2026
અપરાધગુજરાત

પરિમલ એક્ઝોટિકાના બિલ્ડરે રહીશો સાથે કરી મોટી છેતરપીંડી, નિયમોનો પણ કર્યો ઉલ્લંઘન

અમદાવાદમાં હાલ રિયલેસ્ટે વિભાગમાં બિલ્ડરો બેફામ બન્યા છે સરકારી બાબુઓના સાથે મિલીભગત કરી ગ્રાહકો સાથે કરવામાં આવી રહી છે છેતરપીંડી, મકાન લેવાના સમયે લોભામણી અને સુંદર સુંદર સ્કીમ બતાવી તમામ મકાન વેચાયા બાદ સોસાયટીના બેલેન્સ પૈસા લઇ બિલ્ડર રફુચક્કર થઇ જાય છે આવુજ કઈક અમદાવાદના નવા નરોડા વિસ્તારમા આવેલ પરિમલ એક્ઝોટીકાના બિલ્ડરે ત્યાંના રહીશો સાથે કર્યું છે.

બિલ્ડર દ્વારા પ્રોજેકટ પુર્ણ થયાના ૩ વર્ષ બાદ પણ ફ્લેટ વેચાણના સમયે બતાવ્યા મુજબની સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ નથી સ્ટીમબાથ સાથે જીમ, લાઈબ્રેરી, ડેકોરેશન કરેલ ગેટ અને ફ્લેટના બાળકોને સ્કૂલે લેવા લાવવા લઇજવા માટેની સ્ટોપ સુવિધા બિલ્ડર દ્વારા આપવામાં  આવી નહતી

તથા ફ્લેટના કોઇપણ સભ્યને ફલેટની માસ્ટર ફાઇલ ફ્લેટના પઝેશન આપ્યાના ૩ વર્ષ થઇ ગયા હોવા છતાં ફલેટના દસ્તાવેજો કોઇપણ સભ્યને ( માસ્ટર ફાઇલ ) સોસાયટીના ચેરમેન સેક્રેટરી કે કોઇપણ સભ્યને આપેલ નથી . એલોટમેન્ટ લેટર, શેર સર્ટીફીકેટ. જીએસટી ભર્યાની રસીદ. રજીસ્ટ્રેશનની પહોંચ. એલોટમેન્ટ દસ્તાવેજ, ફ્લેટના પૈસા ભર્યાની પાકી રસીદ. રજીસ્ટ્રરનું પ્રમાણપત્ર. નોંધણીનું પ્રમાણપત્ર, ટાઇટલ રીપોર્ટ સર્ટી રજા ચિઠી ૧૧. ૭ / ૧ રનો ઉતારો તથા પ્લાનની ( નકશો ) કોપી એટલુંજ નહિ બીયુ પરમિશન પ્રમાણે  પ્લાનમાં દર્શાવેલ દુ.કા ની બાજુમાં આવેલ દુકાનની જગ્યા જે પ્લાનમાં સોસાયટીની જગ્યામાં દર્શાવેલ છે તે જગ્યા દુકાન ને વેચવાની ગણતરીએ દિવાલ ઉભી કરેલ છે . બિલ્ડર દ્વારા સોસાયટીના ચેરમેનને તેમના તાબા હેઠળ લઇને બારોબાર કોઇપણ સભ્યને જાણ કર્યા વગર સોસાયટી સોપેલ છે તથા હિસાબો પુરા આપેલ નથી કે તે બાબતે કોઇ સભ્યને જાણ કરેલ નથી .

વધુમાં સોસાયટીના ચેરમેનને તેમના તાબા હેઠળ લઇને બ્લોક નં એ ની પાર્કીંગની જગ્યા એ સોસાયટી ઓફીસ બનાવી આપેલ છે તથા જીમ બનાવાને બદલે , ૫,૦૦,૦૦૦  ચેરમેનને આપવાનું નકકી કરાયેલ છે તેવું સૂત્રો દ્વારા માહિતી મળેલ છે.

બિલ્ડર દ્વારા દરેક મેમ્બર પાસેથી દસ્તાવેજ ના  ૨૧૧૧,૦૦૦ / -ના ૭ ટકા મુજબ જી.એસ.ટી. નો ચેક લેવામાં આવેલ હતો પરંતુ જીએસટી , નંબર દર્શાવ્યા વગરની પહોંચ આપેલ છે જેની જી.એસ.ટી નંબર સાથેની અસલ પહોંચ આજદીન સુધી કોઇપણ મેમ્બરને આપેલ નથી . બ્રોશરમાં રેરા રજીસ્ટ્રેશન નંબર પણ દર્શાવેલ નથી

બિલ્ડરની આવી છેતરપીંડી થી રહીશો રોષે ભરાય છા અને રહીશો દ્વારા આ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી વિભાગને બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવેલ છે અને યોગ્ય ન્યાયની માંગણી કરેલ છે

Related posts

સામાજીક કાર્યકર્તા નિકુલ મારુ અને તેમની ટિમ દ્વારા મેઘાણીનગર વિસ્તારમા ગ્લુકોઝના પેકેટનુ વિતરણ કરાયુ

Ahmedabad Samay

રાજકોટના અવકાશમાં અવાજ સાથે સાત રંગથી પ્રકાશિત તરંગો દેખાયા

Ahmedabad Samay

અમદાવાદમાં સાણંદ પાસેની એક ફાર્મા કંપની ડ્રગ્સ કાંડની શંકા મામલે તપાસ તેજ

Ahmedabad Samay

ગુજરાતમાં 18થી 20 માર્ચ સુધીમાં ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ – ફાઉન્ડર શ્રી શાહનવાઝ સર તરફથી ઘોડે સવારી ટ્રેનિંગ આપવામાં આવી

Ahmedabad Samay

નવા ૩૧ વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઉમેરો કરવામાં આવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો