અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ સતત જોવા મળી રહ્યો છે. ત્યારે રખડતા ઢોરના મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈને કોર્પોરેશનમાં જવાબ સરકાર તરફથી રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં 2022-23ના વર્ષ દરમિયાનટ 251 એફઆઈઆર નોંધવામાં આવી છે.
અગાઉ ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોર મામલે થયેલી અત્યાર સુધીની કામગિરી મામલે સોંગદનામું રજૂ કરવા માટે આદેશ આપ્યો હતો ત્યારે આ મામલે કેટલીક વિગતો સામે આવી છે.
સોંગદનામામાં 8 સ્થળ હોટસ્પોટ તરીકે દર્શાવાયા
2022-23માં 251 એફઆઈઆર નોંધાઈ
1951 લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ
12966 ફોટો પરથી કરાઈ રહી છે કાર્યવાહી-સરકાર
ઢોર છુટા મુકનાર 1985 સામે પાસા
અમદાવાદમાં રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સોંગદનામામાં 8 સ્થળ હોટસ્પોટ તરીકે દર્શાવાયા છે. આ ઉપરાંત 1951 લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં 12,966 ફોટો પરથી કાર્યવાહી સરકાર દ્વારા કરાઈ રહી છે.
આ સાથે સોગંદનામામાં વધુ ઉલ્લેખ કરતા જણાવાયું હતું કે, સીએનસીડીના સ્ટાફને પોલીસ રક્ષણ ફાળવાયું છે. ઢોર છુટા મુકનાર 1985 સામે પાસા હેટળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. છેવટે રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટની ટકોર બાદ સોગંદનામું જાહેર કરાયું હતું. ગુજરાત હાઈકોર્ટે અગાઉ લગાવેલીટ ફટકાર બાદ રખડતા ઢોર પકડવાની કામગિરી કોર્પોરેશન દ્વારા તેજ કરવામાં આવી હતી. જે મામલે આગામી સમયમાં પણ આ કાર્યવાહી ચાલું રાખવામાં આવી રહી છે.