June 19, 2026
Other

ભાજપે કમાલ કરીને તૃણમુલના સર્વેસર્વો એવા મમતા બેનરજી પાસેથી સત્તાનું સિંહાસન છીનવી લીધું

દેશનો આગામી દિવસોની દિશા દર્શાવનારી પાંચ રાજ્‍યોની ચૂંટણીની મતગણતરી આજે જબરી ઉત્‍કંઠા વચ્‍ચે શરુ થઈ છે. દેશભરનું ધ્‍યાન પ.બંગાળ તરફ કેન્‍દ્રીય છે. જ્‍યાં ભાજપે કમાલ કરીને તૃણમુલના સર્વેસર્વો એવા મમતા બેનરજી પાસેથી સત્તાનું સિંહાસન છીનવી લીધું છે. પ.બંગાળમાં મળેલા ટ્રેન્‍ડમાં ભાજપને બહુમતી મળી ગઈ છે. જ્‍યારે તામિલનાડુમાં મોટી ઉલટફેર થઈ છે. ત્‍યાં સત્તારૂઢ ડીએમકેના ડબ્‍બાડુલ થઈ ગયા છે. અને અભિનેતા વિજય થેલાપતિનું આસામમાં ભાજપે ફરી સત્તા મેળવી છે. અને ત્‍યાં ભાજપની હેટ્રીક થઈ છે. કેરળમાં ડાબેરીઓ ડુબ્‍યા છે. અને અહિં યુડીએફ ટ્રેન્‍ડમાં આગળ ચાલી રહ્યું છે. જ્‍યારે પોંડીચેરીમાં પણ એનડીએ આગળ ચાલી રહ્યું છે.

આ લખાય છે ત્‍યારે પ.બંગાળની તમામ ૨૯૩ બેઠકોના ટ્રેન્‍ડ મળ્‍યા છે. તેમાં ભાજપ ૧૬૭, તૃણસુલ ૧૨૨ અને અન્‍ય ૪ પણ આગળ છે. અહિં ભાજપને ૯૭ બેઠકોનો ફાયદો થયો છે. જ્‍યારે તૃણમુલને ૯૦ બેઠકોનું નુકસાન થયું છે.

તામિલનાડુમાં સત્તારૂઢ ડીએમકેના સુપડાસાફ થઈ ગયા છે. ત્‍યાં ટ્રેન્‍ડમાં સુપરસ્‍ટાર વિજય થેલાપતિનો પક્ષ આગળ છે. જ્‍યારે ડીએમકે અને અન્‍નાડીએમકે પાછળ રહી ગયા છે. ડીએમકે ૪૯, અન્‍નાડીએમકે ૭૪ થલ ટીવીકે ૧૦૪ અને અન્‍ય ૧ પર આગળ છે.

આસામમાં ભાજપે હેટ્રીક નોંધાવી છે. અહિં કુલ ૧૨૫ બેઠકો ૫ ટ્રેન્‍ડ મળ્‍યા છે. જેમાં ભાજપ ૯૯, કોંગ્રેસ ૨૬ અને અન્‍ય ૪ પર આગળ છે.

કેરળમાં ડાબેરીઓના બારેય વહાણ ડુબ્‍યા છે. અહિં કોંગ્રેસના નેતૃત્‍વ હેઠળના યુડીએફએ સપાટો બોલાવી દીધો છે. યુડીએફ ૮૯, એલડીએફ ૪૫, ભાજપ ૩ અને અન્‍ય ૩ પર આગળ છે.

પોંડીચેરીમાં કુલ બેઠક ટ્રેન્‍ડ મળ્‍યા છે. જેમાં ભાજપ ૨૦, કોંગ્રેસ ૭, અન્‍ય ૩ પર આગળ છે.

પヘમિ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોનું ચિત્ર સ્‍પષ્ટ થઈ રહ્યું છે. આ લખાય છે ત્‍યાં સુધી, પ્રારંભિક વલણોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) બહુમતી મેળવતી દેખાઈ રહી છે. ભાજપ ૧૪૭ ના જાદુઈ આંકડાને પાર કરી ચૂક્‍યો છે. સવારે ૧૦ વાગ્‍યા સુધીના વલણોમાં ભાજપ ૧૪૭ બેઠકો પર, તૃણમૂલ કોંગ્રેસ ૧૦૭ બેઠકો પર અને કોંગ્રેસ ૩ બેઠકો પર આગળ છે. જોકે, ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર, સવારે ૧૦:૦૯ વાગ્‍યા સુધી, ભાજપ ૩૮ બેઠકો પર આગળ છે, જ્‍યારે ટીએમસી ૧૮ બેઠકો પર આગળ છે. વધુમાં, ભારતીય ગોરખા પ્રજાતાંત્રિક મોરચા ૧ બેઠક પર આગળ છે.

મુખ્‍ય ચૂંટણી અધિકારી (સીઈઓ) કાર્યાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્‍યા અનુસાર, ચૂંટણી પરિણામો જાહેર થયા પછી પヘમિ બંગાળમાં ક્‍યાંય પણ ઉમેદવારોની જીતની ઉજવણી માટે વિજય રેલીઓને મંજૂરી આપવામાં આવશે નહીં. અધિકારીએ એમ પણ જણાવ્‍યું હતું કે ચૂંટણી પંચ વિવિધ પક્ષોના એજન્‍ટો ગણતરી કેન્‍દ્રો સુધી પહોંચી શક્‍યા ન હોવાના આરોપ લગાવતી ફરિયાદોની તપાસ કરી રહ્યું છે.

આજે, ૪ મે, ૨૦૨૬ ના રોજ, પાંચ રાજ્‍યોના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. મોટાભાગની નજર પヘમિ બંગાળ પર હતી, પરંતુ વાસ્‍તવિક રમત તમિલનાડુમાં યોજાઈ હતી. અહીં, ફિલ્‍મ ઉદ્યોગના દિગ્‍ગજ નેતા વિજયે બધાને આヘર્યચકિત કરી દીધા. પ્રારંભિક માહિતી અનુસાર, ટીવીકે ૯૭ બેઠકો પર આગળ છે, જ્‍યારે મુખ્‍ય પાર્ટી, ડીએમકેૅ, હાલમાં ૪૨ બેઠકો પર આગળ છે. એઆઈએડીએમકે ૮૪ બેઠકો પર આગળ છે.

તેમની પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં, ટીવીકે અભિનેતા વિજયની લોકપ્રિયતાને મતોમાં રૂપાંતરિત કરી રહ્યું હોય તેવું લાગે છે. વર્તમાન વલણો સાથે, વાતચીત ઝડપથી બદલાઈ રહી છે. જ્‍યારે વિજયને અગાઉ સંભવિત કિંગમેકરઙ્ઘતરીકે જોવામાં આવતો હતો, ત્‍યારે તેમની ભૂમિકા હવે વધુ મહત્‍વપૂર્ણ બની ગઈ છે. પ્રારંભિક માહિતી જોતાં, એવું લાગે છે કે વિજય કિગમેકર નથી, પરંતુ પોતે રાજા બનવા તરફ આગળ વધી રહ્યો છે. ટીવીકેનું સારું પ્રદર્શન એ પણ સૂચવે છે કે તમિલનાડુનું રાજકારણ, જે અત્‍યાર સુધી ડીએમકે અને એઆઈએડીએમકે વચ્‍ચે મર્યાદિત હતું, હવે બદલાઈ શકે છે.

ચૂંટણી પંચના તાજેતરના વલણો અનુસાર, કોંગ્રેસના નેતૃત્‍વ હેઠળના યુડીએફે બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. કોંગ્રેસના સાંસદ જેબી માથેરે જણાવ્‍યું હતું કે, અમે ૮૯ બેઠકો પાર કરી છે, ૧૦૦ થી ફક્‍ત ૧૧ બેઠકો ઓછી છે. આ એક્‍ઝિટ પોલના અનુમાન કરતા ઘણું વધારે છે. કેરળના લોકોએ કોંગ્રેસની આગેવાની હેઠળના યુડીએફને પ્રચંડ વિજય અપાવ્‍યો છે. આ ઉત્‍સાહ, ઉત્‍સાહ અને ગર્વની ક્ષણ છે. અમે કેરળના લોકોના આભારી છીએ. આ એ પણ પ્રતિબિબિત કરે છે કે સીપીઆઈ(એમ) ની આગેવાની હેઠળના એલડીએફ કેટલા ખરાબ રીતે નિષ્‍ફળ ગયા અને સત્તા વિરોધી પરિબળ કેવી રીતે અદ્વુત રીતે કામ કર્યું.ચૂંટણી પંચના તાજેતરના વલણો અનુસાર, કોંગ્રેસના નેતૃત્‍વ હેઠળના યુડીએફે બહુમતીનો આંકડો પાર કરી દીધો છે.

આસામ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૯૧ બેઠકો જીતીને વિપક્ષનો સંપૂર્ણ સફાયો કરી દીધો છે. ૧૨૬ બેઠકોવાળી વિધાનસભામાં કોંગ્રેસ ફક્‍ત ૨૮ બેઠકો પર સમેટાઈ ગઈ હોય તેવું લાગે છે. ૬૪ બેઠકોના બહુમતી આંકડો છોડીને, ભાજપ હવે સુપર મેજોરિટી તરફ આગળ વધી રહ્યું છે. મુખ્‍યમંત્રી હિમંતા બિસ્‍વા શર્માના નેતૃત્‍વમાં આ કમળની સતત ત્રીજી અને સૌથી મોટી જીત માનવામાં આવી રહી છે. જનતાએ વિકાસ અને સુરક્ષાના નામે ભાજપને પ્રચંડ જનાદેશ આપ્‍યો છે. ગુવાહાટીમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે, જ્‍યાં કાર્યકરો તેને વિકાસનો વિજય કહી રહ્યા છે.

Related posts

સાધ્વીજી મહારાજ ઉપવાસ પર ઉતરવું પડે એવું કામ કોણે કર્યું: હાર્દિક હૂંડિયા

Ahmedabad Samay

આજ રોજ બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ દ્વારા તિરંગા યાત્રા યોજી દેશ ની સેના નું મનોબળ વધારવામાં આવશે

Ahmedabad Samay

ટીમ ઈન્ડિયાએ 228 રનથી મોટી જીત હાંસલ કરી, પાકિસ્તાનની અત્યાર સુધીમાં બીજી મોટી હાર

Ahmedabad Samay

કડકતી ઠંડીની લોકો રાહ જોઈ રહ્યા છે ત્‍યારે આ સપ્‍તાહના અંતમાં ગુજરાતમાં માવઠાની આગાહી

Ahmedabad Samay

14 એપ્રિલે સાંજે GMDC ગ્રાઉન્ડ પર RSS વડા મોહન ભાગવત સ્વયંસેવકોને સંબોધન કરશે

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સંચાલિત ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્કનું પ્રથમ સ્થાપના વર્ષનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો