August 13, 2026
ગુજરાત

ગુજરાત યુનિવર્સિટી દેશની પ્રથમ સરકારી યુનિવર્સિટી બની, જેણે પોતાના સ્ટાફ માટે ઇંધણ બચાવવા ‘કાર પુલિંગ’  નો મહત્વપૂર્ણ નિર્ણય લીધો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં પશ્ચિમ એશિયાના યુદ્ધ સંકટને પગલે દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલ બચાવવા અને વર્ક ફ્રોમ હોમ કરવા માટે ખાસ અપીલ કરી હતી. પીએમની આ અપીલની સૌથી પહેલી અને સકારાત્મક અસર ગુજરાતમાં જોવા મળી છે. ગુજરાત યુનિવર્સિટી દેશની પ્રથમ એવી સરકારી યુનિવર્સિટી બની છે, જેણે પોતાના સ્ટાફ માટે ઇંધણ બચાવવા ‘કાર પુલિંગ’  નો મહત્વપૂર્ણ નિર્ણય લીધો

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનની ઇંધણ બચતની અપીલને સમર્થન આપવા માટે કર્મચારીઓ અને અધિકારીઓ માટે આ ખાસ નિર્ણય લેવાયો છે.

જે કર્મચારીઓ કે અધિકારીઓ પોતાની કાર લઈને યુનિવર્સિટી આવે છે, તેમણે હવે પોતાના રૂટ પર આવતા, આસપાસ કે નજીકના વિસ્તારમાં રહેતા અન્ય કર્મચારીઓને પોતાની સાથે કારમાં લઈને આવવાનું રહેશે.

આનાથી કેમ્પસમાં આવતા વાહનોનો વપરાશ ઘટશે અને પેટ્રોલ-ડીઝલની મોટી બચત થશે. આ અંગેનો સત્તાવાર પરિપત્ર પણ ટૂંક સમયમાં યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવશે.

Related posts

P.M મોદીનો પ્રજાને સંદેશ “જબ તક દવાઈ નહિં, તબ તક ઢિલાઈ નહિં”

Ahmedabad Samay

કાલે છે મહાશિવરાત્રી, મહાશિવરાત્રીએ આ સમયે પૂજા કરશો તો થઇ જશો ધન્ય. શિવજીની કૃપા વરસા થશે.

Ahmedabad Samay

ગોપાલ ઇટાલિયાએ સહાનુભૂતિ મેળવવા માટે તેમણે પોતાની વૃદ્ધ માતાનો રાજકીય ઢાલ તરીકે ઉપયોગ કરવાની વાત આ વાયરલ ઓડિયો ક્‍લિપમાં સ્‍વીકારી

Ahmedabad Samay

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરી

Ahmedabad Samay

સ્પા સેન્ટરમાં દેહવ્યાપારના ગોરખધંધા ચાલી રહ્યા છે, હવે તેમની ખેર નહિ: હર્ષ સંઘવી

Ahmedabad Samay

અમદાવાદ: શહેરની 17 બેંકોમાંથી SOGને 14.31 લાખની નકલી ચલણી નોટો મળી, અજાણી વ્યક્તિઓ સામે ગુનો

admin

એક ટિપ્પણી મૂકો