September 22, 2026
ગુજરાત

ભાષાવાદનો વિવાદ મહારાષ્ટ્ર થી અમદાવાદના નરોડા અને મેઘાણીનગર પહોંચ્યો.

ભાષાવાદનો વિવાદ મહારાષ્ટ્ર થી ગુજરાત પહોંચ્યો.મહારાષ્ટ્રમાં શિવસેના અને અન્ય સંસ્થાઓ દ્વારા ભાષાવાદ કરવામાં આવી રહ્યું છે , મહારાષ્ટ્રમાં રહેવું હોય તો મરાઠી બોલવું પડશે તે ફરજિયાત કરવા પર શિવસેના અને અન્ય રાજકીય અને સંસ્થાઓ પ્રયાસ કરી રહ્યા છે, થોડા સમય પહેલા મુંબઈમાં એક ગુજરાતી વેપારી અને હિન્દી ભાષી પરપ્રાંતિય પર મરાઠી ભાષા ન બોલવા પર હુમલો કરવામાં આવ્યું હતું અને ગુજરાતીમાં લખાણ લખેલા હોર્ડિંગ્સ પણ ઉતારી દેવામાં આવ્યા હતા,
તે મહારાષ્ટ્રમાં ભાષાવાદની આગનો ધુમાડો ગુજરાતના અમદાવાદમાં આવી પહોંચ્યો છે,
થોડા દિવસ પહેલા નરોડા વિસ્તારમાં એક ફ્લેટમાં પરપ્રાંતીય પરિવાર અનેક સપનાઓ લઇ રહેવા આવ્યું હતું પણ તેમને ફ્લેટમાં એન્ટ્રીજ આપવામાં આવી નહિ અને યુવા, પુરુષો અને મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને આજ રોજ તે જ પ્રકારનો કિસ્સો મેઘાણીનગરના ઘનશ્યામ ફલેટમાં એક પરપ્રાંતીય પરિવાર રહેવા ગયું તો ત્યાંના રહેવાસીઓ માણસાઈ ભૂલી તેમનો વિરોધ કરવા લાગ્યા ત્યારે કુબેરનગર વોર્ડના કોર્પોરેટર શ્રી નિકુલસિંહ તોમરે આ બાબને ગંભીરતા સમજી વચ્ચે પડી બન્ને પક્ષને સમજાવ્યા હતા અને મામલો ઠંડો પડ્યો હતો,

https://www.instagram.com/reel/DMxjBuRIsFb/?igsh=MTFrbnpudmNjdjQwcQ==

આ બાબતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલને ગંભીરતા પૂર્વક લઇ ધ્યાન આપવું જોઇએ નહીતો મહારાષ્ટ્ર જેવી પરિસ્થિતિ સર્જતાં વાર નહિ લાગે.

Related posts

વીર ગૌરક્ષક ગભરૂભાઈ લાંબરીયાની પુણ્યતિથિએ ગૌરક્ષકો નું સન્માન સમારોહનો આયોજન કરાયું

Ahmedabad Samay

માર્ગ સલામતીના ભાગરૂપે અંબાજી ખાતે વિના મૂલ્યે હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા

Ahmedabad Samay

પીએમ મોદીના માતા હીરાબાની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે, વહેલા ડિસ્ચાર્જ કરાશે

Ahmedabad Samay

“ટચ ધ સ્કાય” અને અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ  દ્વારા શિક્ષણ માટે “મફતમાં નોટબુક”નું વિતરણ કરાયુ

Ahmedabad Samay

પશ્ચિમ રેલ્વે દ્વારા અસ્થાયી રૂપે અમદાવાદથી પસાર થતી 5 ટ્રેનમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે

Ahmedabad Samay

ગુજરાત પોલીસ દ્વારા પારદર્શિતા વધારવાના હેતુથી પોલીસ ભવન ખાતે “જનસંપર્ક કાર્યાલય ‘ શરૂ કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો