September 4, 2026
Other

21 જુલાઈએ મધ્ય ગુજરાતના ભાગોમાં 4 ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે

ગુજરાતમાં લાંબા વિરામ બાદ અષાઢ મહિનાના આરંભે ફરીથી વરસાદી માહોલ જામી રહ્યો છે. ગઈકાલે મેઘરાતા અષાઢી બીજનું મુહૂર્ત સાચવતા હોય, તેમ રાજ્યના 90થી વધુ તાલુકામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા નોંધાયા હતા. જો કે હજુ પણ રાજ્યના અનેક તાલુકાઓ વરસાદથી વંચિત છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મોટી આગાહી કરી છે.

બંગાળના ઉપસાગરના વહન, અરબ સાગરના ભેજના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની શક્યતાને જોતા 21 જુલાઈથી ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવશે.

આગામી 21 જુલાઈએ મધ્ય ગુજરાતના ભાગોમાં 4 ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટા પડશે. 22 થી 30 જુલાઈ દરમિયાન તબક્કાવાર સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થઈ શકે છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મૂશળધાર વરસાદ વરસી શકે છે.

25 જુલાઈથી વડોદરા, મહીસાગર, પંચમહાલ સહિતના મધ્ય ગુજરાતના ભાગોમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસી શકે છે. જ્યારે આ સમયે ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓમાં 2 થી 3 ઈંચ સુધી વરસાદ પડશે

કોઈ ભાગોમાં ભારે વરસાદી ઝાપટા વરસી શકે છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. જ્યારે અત્યાર સુધી વરસાદની ઘટ ધરાવતા કચ્છ જિલ્લામાં પણ મહિનાના છેલ્લા 5 દિવસ દરમિયાન 3 ઈંચથી વધુ વરસાદ વરસી શકે છે.

Related posts

દિલ્હી વિધાનસભા ઇલેક્શન જાહેર, ૬૯૯ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે

Ahmedabad Samay

26 મી જાન્યુઆરી 2026 , પ્રજાસત્તાક દિવસે પ્રથમ વખત GISFS કચેરી ખાતે ધ્વજવંદન કરાયું

Ahmedabad Samay

પદ્મિનીબા વાળાએ રાજકોટના આશાપુરા મંદિરે બેસી અન્નનો ત્યાગ યથાવત

Ahmedabad Samay

રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન જંગલેશ્વર વિસ્‍તારમાં આજે વહેલી સવારથી મનપા અને પોલીસના ચુસ્‍ત બંદોબસ્‍ત સાથે શરૂ કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

લગ્ન કે અંતિમવિધિમાં ખુલ્લી કે બંધ જગ્યામાં 50 થી વધુ લોકો એકઠા નહી થઈ શકે

Ahmedabad Samay

જમ્મુ કાશ્મીરમાં ‘ઓપરેશન શેરાવાલી’ દરમિયાન ભારતીય સેનાના એક જાંબાઝ અધિકારી શહીદ થયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો