November 12, 2026
ગુજરાતરમતગમત

ખેલ મહાકુંભમાં DSC Public Schoolની શાનદાર જીત, ખો-ખો અને કબડ્ડીમાં મેઘાણીનગર વોર્ડ ચેમ્પિયન

ખેલ મહાકુંભમાં DSC Public Schoolની શાનદાર જીત, ખો-ખો અને કબડ્ડીમાં મેઘાણીનગર વોર્ડ ચેમ્પિયન

અમદાવાદ: ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી વોર્ડ કક્ષાની સ્પર્ધામાં DSC Public Schoolના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી બે રમતોમાં વિજય મેળવ્યો છે. Under-14 Boys Kho-Kho અને Under-14 Girls Kabaddi બંને સ્પર્ધામાં DSC Public Schoolના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમતકૌશલ્યનું પ્રદર્શન કરીને મેઘાણીનગર વોર્ડને ચેમ્પિયનનું ગૌરવ અપાવ્યું હતું.

સરદારનગર, કુબેરનગર, મેઘાણીનગર અને નોબલનગર—આ ચાર વોર્ડ વચ્ચે યોજાયેલી સ્પર્ધામાં ખેલાડીઓએ પોતાની રમતની પ્રતિભા સાથે ટીમભાવના, દૃઢ સંકલ્પ અને શિસ્તબદ્ધ રમતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Under-14 Boys Kho-Kho તેમજ Under-14 Girls Kabaddiમાં DSC Public Schoolના ખેલાડીઓએ સમગ્ર સ્પર્ધા દરમિયાન જોરદાર શક્તિ દર્શાવી હતી. બંને ટીમોની સફળતાથી શાળા પરિવાર અને મેઘાણીનગર વિસ્તારમાં આનંદની લાગણી જોવા મળી હતી.

DSC Public Schoolના ટ્રસ્ટી શ્રી બ્રજેશ કાયસ્થે વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, “આ સફળતા વિદ્યાર્થીઓની મહેનત, સતત અભ્યાસ અને રમત પ્રત્યેના સમર્પણનું પરિણામ છે. સમગ્ર DSC Public School પરિવાર માટે આ ગૌરવની ક્ષણ છે.”

ખેલ મહાકુંભમાં મળેલી આ સફળતા યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે. વિજેતા ખેલાડીઓ અને સમગ્ર ટીમને શાળા પરિવાર તેમજ રમતપ્રેમીઓ દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

 

Related posts

અમદાવાદ: PM મોદીને પસંદ કરો કે ન કરો પરંતુ…. ગુજરાત હાઈકોર્ટે કરી મોટી ટિપ્પણી અને જામીન અરજી ફગાવી

Ahmedabad Samay

આવતીકાલથી રાત્રિ કરફ્યૂના સમયને રાત્રીના ૦૯ થી સવારે ૦૬ વાગ્યા સુધી કરાયો

Ahmedabad Samay

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગરમી ઘટવા સાથે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના વરસાદની આગાહી કરી

Ahmedabad Samay

હાર્દિક પટેલ પાક્કો પોલિટીસીયન નીકળ્યો, આખરે ભાજપમાં જોડાયો

Ahmedabad Samay

અમદાવાદમાં 146મી રથયાત્રાને તૈયારીઓ બની તેજ, મેયર, અધિકારીઓ 21 કિમી રુટનું નિરીક્ષણ કર્યું

Ahmedabad Samay

ગુજરાતમાં H1N1 અને H3N2ના જાણો અત્યાર સુધીમાં કેટલા કેસો નોંધાયા

admin

એક ટિપ્પણી મૂકો