હાલ અમદાવાદ, સુરત સહિત રાજયના ૩૬ શહેરોમાં રાત્રિ કરફ્યુ અમલમાં છે. જેની મુદત આજે પૂર્ણ થવાની હોવાથી નાઈટ કરફ્યુ હજી યથાવત રાખવાની જાહેરાત કરી છે. કોરોનાના કેસો દ્યટતા કરફ્યુના સમયમાં એક કલાકનો દ્યટાડો કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, રાજયમાં છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાનું સંક્રમણ દ્યટી રહ્યું છે. છતાં રાજય સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી.
રાત્રિ કર્ફ્યુમાં એક કલાકની છૂટછાટ આપવામાં આવી છે. જેનો અમલ ૨૮ મેના રોજથી કરવામાં આવશે. જોકે, સાથે જ સરકારે કહ્યું કે, વેપારીઓને કોઈ છૂટછાટ હાલ નથી અપાઈ. તેમનો સમય રાબેતામુજબનો જ રહેશે.
કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનામાં આપણે ખૂબ સંદ્યર્ષ કર્યો છે. કોરોનોમાં પણ વ્યાપક કામગીરી કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાના કેસોને નિયંત્રણ કરવામાં સરકાર સફળ રહી છે. ૩૦૦૦ કેસ પર પહોંચી ગયા છે. દિવસેને દિવસે કેસ ઘટી રહ્યાં છે. તેથી જ આવતીકાલથી રાત્રિ કરફ્યૂના સમયને ૯ વાગ્યા સુધી કરાયો છે