અમદાવાદ: અસારવા વોર્ડના મેધાણીનગર વિસ્તારમાં વિકાસકાર્યને વેગ મળ્યો છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નં. 73 અને બ્લોક નં. 82માં નવા પેવર બ્લોક લગાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
સ્થાનિક રહેવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને કાઉન્સિલર સુમન રાજપૂત દ્વારા કાઉન્સિલર બજેટમાંથી જરૂરી ફાળવણી કરાવી આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
નવા પેવર બ્લોકના કામથી વિસ્તારના રસ્તાઓ વધુ સુવિધાજનક બનશે અને સ્થાનિક રહીશો તથા રાહદારીઓને અવરજવરમાં રાહત મળશે. લાંબા સમયથી જરૂરી ગણાતી આ કામગીરી શરૂ થતાં વિસ્તારમાં વિકાસકાર્યને નવી ગતિ મળી છે.
કાઉન્સિલર સુમન રાજપૂત દ્વારા અસારવા વોર્ડમાં સ્થાનિક જરૂરિયાતોને પ્રાથમિકતા આપી વિકાસકાર્યો આગળ ધપાવવામાં આવી રહ્યા છે.
