મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે અધિકારીઓએ રથયાત્રાના રુટનું નિરીક્ષણ કર્યું હતું. કોટ વિસ્તારમાં અગાઉ જર્જરીત ઈમારતોને નોટિસ મહાનગર પાલિકાએ આપી છે. જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓને લઈને મેયર અને કોર્પોરેશનના અધિકારીઓએ 21 કિમી જેટલા રુટનું નિરીક્ષણ કર્યું હતું.
મેયરે રુટ નિરીક્ષણને લઈને કહ્યું હતું કે, સમગ્ર શહેરમાં એકતા અને હર્ષોલ્લાસ સાથેનો આ પર્વ પૂર્ણ થાય તે હેતુથી તમામ બાબતોની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સાથે જર્જરીત મકાનોની નોટિસ અપાઈ છે. આ સાથે નવી લાઈટો, તેમજ રોડ રસ્તામાં આવતા અડચણો વગેરે પર ધ્યાન આપી તેને દૂર કરાશે. આ સાથે એએમસી દ્વારા તમામ તૈયારીઓને લઈને અત્યારે રુટ નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
તૈયારીઓની અંતિમ નિરીક્ષણ સાથેનું આયોજન કરવામાં આવ્યું છે. ક્યાંય કોઈ કામગિરી કરવાનું માલુંમ થશે ત્યાં દરેક કામગિરી કરવામાં આવશે. તેમ મહાનગર પાલિકાના સત્તાધીશો દ્વારા કહેવામાં આવ્યું હતું.
20 જૂનના રોજ રથયાત્રા અમદાવાદમાં યોજાશે. પરંપરા પ્રમાણે દર વર્ષે ભગવાનની રથયાત્રા યોજાતી હોય છે. ત્યારે અત્યારથી જ અમદાવાદમાં રથયાત્રાનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભાવી ભક્તો રાજ્ય તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી અહીં આવતા હોય છે.