અમદાવાદ: વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે અમદાવાદના નવા નરોડા સ્થિત ભક્તિનગર સોસાયટી ખાતે યુવા રાજપૂત સેના ગુજરાતના ઉપક્રમે કન્યા પૂજન અને શસ્ત્ર પૂજનનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ડૉ. મહાવીરસિંહ રહેવાર તથા યુવા રાજપૂત સેનાના સભ્યોએ સાથે મળીને શાસ્ત્રીય વિધિ-વિધાન અનુસાર કન્યા પૂજન અને શસ્ત્ર પૂજન કર્યું હતું. પરંપરાગત ધાર્મિક વિધિઓ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં વિજયાદશમીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ડૉ. કલ્યાણસિંહ બાપુ તેમજ રાજ શેખાવત બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પરંપરા, ધાર્મિક શ્રદ્ધા અને રાજપૂત સંસ્કૃતિ સાથે જોડાયેલી પરંપરાઓને મહત્વ આપવામાં આવ્યું હતું.
