અમદાવાદના નરોડા વિસ્તારમાં બે વર્ષથી ડિફેન્સમાં ફરજ બજાવતા શખ્સે સોસાયટીના રહીશોને હેરાન પરેશાન કરી રાખતા હતા, તે જ્યારે પણ રજા કાપવા ઘરે આવતો ત્યારે ત્યારે તે આજુબાજુ માં રહેતા લોકો સાથે ઝઘડો કરતો બીભત્સ ગાળો બોલતો અને જેમ બને તેમ વર્તન કરતો.
શખ્સ જ્યારે પણ પોતાની રજા કાપીને નોકરી પર પરત જવાનું હોય તે પહેલા લોકો ને હેરાન કરતો અને અહીં ન હોવાના કારણે તે પકડમાં આવતો નહિ પરંતુ આ સમયે પોલીસ પણ તેના થી એક કદમ આગળ નીકળી.
૧૩ જૂનના રોજ સોસાયટીમાં જેમ તેમ ગાળો બોલી આખું ફ્લેટ માથે ઊંચક્યું હતું પડોશમાં રહેતા રહીશને પણ જાન થી મારવાની ધમકી આપી દીધી હતી જેની જાણ નરોડા પોલીસ સ્ટેશને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ શખ્સ અંગે વારંવાર ફરિયાદ આવવાથી અને રહીશોની પરેશાની વધતા, નરોડા પી.આઇ. ખામભલા સાહેબ દ્વારા તપાસના આદેશ આપ્યા બાદ હંસપૂરા પોલીસ ચોકીના ઠાકોર સાહેબ અને તેમની ટીમ, કલ્પેશભાઈ, ભરતભાઇ અને સિદ્ધરાજસિંહ દ્વારા માથાભારે શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ફરીવાર આ શખ્સ ભાગી જાય તે પગેલા વોચ ગોઠવી ને શખ્સની ધરપકડ કરી પાઠ ભણાવ્યો જેને પગલે શખ્સની સબક મળ્યો અને ચાલાકી પણ નીકળી ગઈ અને રહીશોએ હાશકારો અનુભવ્યો છે, સોસાયટીના રહીશો અને અમદાવાદ સમય સમાચારપત્ર નરોડા પોલીસ અને ઠાકોર સાહેબની ટીમને આભાર વ્યક્ત કર્યો છે.