દેશમાં કોરોના અને ઓમીક્રોનના આંકડા અત્યંત ખતરનાક રીતે ફેલાય રહ્યો છે. દરેક જગ્યાએ કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે.
તમામ રાજયોમાં નાઈટ કફર્યુસહિત અનેક સખ્ત પ્રતિબંધો લગાવામાં આવી રહ્યા છે. એક સપ્તાહમાં કોરોના સંક્ર્મણનાત્રણ ગણા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ હજારથી વધુ કોરોના સંક્ર્મણનાનવા કેસ સામે આવ્યા છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ વાતની પ્રબળ આશંકા છે કે ત્રીજી લહેરે દસ્તક દીધી છે. જોકે જાણકારોનું કહેવું છે કે ઓમીક્રોનથીસંક્રમિત થયા બાદ ગંભીર રૂપથી બીમાર થવાના અહેવાલો ઓછા છે.
જોકે છેલ્લા એક સપ્તાહમાં દેશમાં કોરોના સંક્ર્મણનાનવા કેસ તેજીથી વધી રહ્યા છે. દરરોજ કેસ માંસતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૨ દિવસમાં દેશના મોટા શહેરોમાં કોરોનાનોખતરનાક ગતિએ વધારો થયો છે. સાથેજનવા વેરિએન્ટ ઓમીક્રોનનાકેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. દેશભરમાં ઓમીક્રોન દર્દીઓની સંખ્યા ૧૫૨૫નેપાર પહોંચી છે. તેમાં પણ સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે.
આંકડાની વાત કરવામાં આવે તો તેમના એક રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે ૨૦ ડિસેમ્બરથી ૨ જાન્યુઆરી દરમ્યાન અંદાજે ૧.૩ લાખ કેસ નોંધાયા છે. તે છેલ્લા ૧૨ સપ્તાહ દરમ્યાનસૌથી વધુ છે. એટલું જ નહીં તે દેશમાં મહામારીની શરૂઆત બાદથી સંક્રમણોમાં અત્યાર સુધીમાં સૌથી તેજ ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લો સૌથી વધુ ઉછાળો ૫ થી ૧૧ એપ્રિલ ૨૦૨૧માંબીજી લહેર દરમ્યાન ૭૧ ટકા નોંધાઈ હતી. ગયા સપ્તાહે દેશમાં કોરોનાના ૪૬,૦૭૩ કેસ નોંધવામાં આવ્યા હતા. તે મેં૨૦૨૦ની મધ્યમાં બાદથી સૌથી ઓછા કેસ હતા.
મહારાષ્ટ્ર, બિહાર અને દિલ્હીમાં કેસ ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં એક સપ્તાહ દરમિયાન ૪૧,૯૮૦ કેસ નોંધાયા છે. આ અગાઉના સપ્તાહમાં દેશભરમાંથી નોંધાયેલી ગણતરીની નજીક હતો. મહારાષ્ટ્રમાં આ સપ્તાહની સંખ્યા ગયા સપ્તાહ કરતાં પાંચ ગણી વધારે હતી. ટકાવારીની દૃષ્ટિએ બિહારમાં સૌથી વધુ વૃદ્ઘિ નોંધાઈ છે. ૨૦-૨૬ ડિસેમ્બરના સપ્તાહમાં અહીં કોરોનાના કેસ ૮૫ થી વધીને ૧,૦૭૩ થઈ ગયા છે. આ લગભગ ૧૨ ગણો વધારો હતો. બીજી તરફ, દિલ્હીમાં છેલ્લા સાત દિવસમાં ૧,૧૫૫ની સામે અઠવાડિયામાં ૧૦,૭૬૯ નવા કેસ સાથે નવ ગણો વધારો નોંધાયો છે.
બંગાળમાં પણ બીજા નંબરે સૌથી વધુ સાપ્તાહિક કેસ ૧૮,૫૨૪ નોંધાયા છે. ઝારખંડની સંખ્યા પણ ૩૨૬થી લગભગ નવ ગણી વધીને ૨,૮૭૯ પર પહોંચી છે, જે અગાઉના સપ્તાહના ૩,૫૫૦ કરતાં પાંચ ગણી વધારે હતી. આખા દેશની વાત કરીએ તો ઘણા રાજયોમાંથી રવિવાર રાત સુધી મળેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૩૭૦૩ કેસ સામે આવ્યા છે. આ આંકડો શનિવારના ૨૭ હજાર ૭૪૭ કેસ કરતાં ૨૧ ટકા વધુ છે. નિષ્ણાતો ચેપમાં આ ઉછાળા માટે કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનને જવાબદાર ઠેરવી રહ્યા છે.
IIT કાનપુરના વરિષ્ઠ વૈજ્ઞાનિક પદ્મશ્રી પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલનું માનવું છે કે ચૂંટણી દરમિયાન રેલીઓ કોરોના ચેપ ફેલાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે, કારણ કે કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરવું સરળ નથી. તેમનો દાવો છે કે ત્રીજી તરંગ એપ્રિલ સુધીમાં સમાપ્ત થઈ જશે. હિંદુસ્તાન સાથેની વાતચીતમાં અગ્રવાલે કહ્યું કે મોટી સંખ્યામાં લોકો માર્ગદર્શિકાનું પાલન કર્યા વિના ચૂંટણી રેલીઓમાં પહોંચે છે, આવી સ્થિતિમાં ચેપનું જોખમ ઘણી હદ સુધી વધી જાય છે. આવી સ્થિતિમાં સાવધાન રહેવાની જરૂર છે.